તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર:વિશ્વ નર્સ દિને કોરોના ફાઇટર્સ પરિચારિકાની સેવાને બિરદાવાઇ

નવસારી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સિવિલમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે 50 નર્સ એકત્રિત

કોરોના બીમારી સામે દેશ અને દુનિયા જયારે ઝઝૂમી રહી છે, ત્યારે વિશ્વભરમાં કોરોનના સૈનિકો રાત દિવસ પોતાની ફરજ અદા કરી રહ્યા છે. ડોક્ટર, પોલીસ, મીડિયા, સફાઈ કર્મીની સાથેસાથે જેની કામગીરીને બિરદાવવી પડે એવી હજારો લાખો નર્સની કામગીરીને ભુલાય તેમ નથી. નર્સ ડે નિમિતે નવસારીની વિવિધ હોસ્પિટલોમાં પરિચારિકાઓના કામને બિરદાવવામાં આવ્યું હતું.   નવસારીના યશફીન હોસ્પિટલ, પીએચસી, સીએચસી તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે પણ નર્સના કામને બિરદાવવામાં આવ્યું હતું. ફ્લોરેન્સ નાઇટિંગલની 200 મી જન્મજ્યંતી નિમિતે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે સરકારી અને કોન્ટ્રાકટ નર્સનું સ્ટાફ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. લગભગ 50થી વધુ નર્સ સિવિલના પટાંગણમાં એકત્ર થઈને સોશિયલ ડિસ્ટન્સ રાખી સિવિલ સર્જન, આરએમઓ અને બીજા અન્ય સ્ટાફ સાથે મળીને કોરોનાના કપરા સમયે લોકોની સેવા માટેના શપથ લીધા હતા. પરિવાર, બાળકો અને સમાજની જવાબદારીઓ અદા  કરતા જઈને પોતાની ફરજને પ્રથમ મહત્વ આપીને દર્દીઓની સેવા કરવી એજ પહેલો ધર્મ કરવા માટે કટિબદ્ધ છે. સિવિલના પરિચારિકાઓ તેમની વાતમાં જણાવ્યું હતું કે, લોકો જાતે જ સમજીને ઘરોમાં રહે અને કારણ વગર ઘરની બહારના નીકળે તો વધુ સારું અને વહેલી તકે આપણે ભેગા મળીને કોરોનાને માત આપી શકીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો