તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેડતી:નવસારીમાં રિપેરિંગ થતા ઘરમાં પરિણીતાની લાજ લેવાનો પ્રયાસ કરતા ફરિયાદ નોંધાવી

નવસારી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવસારીમાં કોટન મિલ ચાલ પાસે નવા મકાનનું બાંધકામ કરતી વેળાએ પાડોશી યુવાનેની લાજ લેવાની કોશિશ કરી હતી જેથી પરણીતાએ બુમાબુમ કરતા મહોલ્લાનાં લોકો આવી જતા તેમના પતિને જાણ કરી હતી.

નવસારીનાં કોટન મિલ પાસે રહેતા અમિત જોગડીયા તેમના પરિવાર સાથે રહે છે અને હાલમાં તેમના ઘરનું રિપેરિંગ કામ થાય છે.તેમના ઘરમાં તા.11 મેનાં રોજ અમિતભાઈનાં પત્ની પાણી છાટતા હતા.ત્યારે તેમના ઘરની સામે રહેતા વિજયભાઈ મકવાણાએ પરણીતાને એકલી જોઈ ને ઘરમાં આવી તેણીને જણાવ્યું કે તું મારી સાથે બોલવાની છે કે નહી ! તેમ કહી પરણીતાનાં શરીર પર હાથ ફેરવીને લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો,જેથી તેણીએ બુમાબુમ કરતા વિજય ભાગી ગયો હતો.આ બાબતે પરણીતાએ તેના પતિ અમિત અને જેઠને સમગ્ર ઘટના અંગે જાણ કરતા તેઓ પણ આ બાબતથી અકળાઇ ઉઠ્યા હતા.

આખરે તમામે ભેગા મળી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા સંમતિ દાખવતા પરિવારના તમામ સભ્યો પોલીસની વાટ પકડી હતી. જોકે, તેઓ પોલીસને જાણ કરે તે પહેલા જ બન્ને પરિવાર વચ્ચે  બોલાચાલી થતા વિજય તેના માતા રામુબેન, પીન્કી, પ્રેમજીકાકા, અરવિંદ પ્રેમજીભાઈ આવીને તેણીના પરિવાર  સાથે બોલાચાલી કરી હતી.વધુમાં જણાવ્યું કે ગત 28 એપ્રિલનાં રોજ વિજય મકવાણા એ પરણીતાનો પીછો કરતો હતો જે બાબતે સમાજમાં વાત થતા સમાધાન થતું હતું પણ તા.11 નાં રોજ વિજય મકવાણા એ પરિણીતાની લાજ લેવાનો પ્રયાસ કરતા ફરિયાદ નોંધાવી હતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો