તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીની સમસ્યા:નવસારીમાં ડહોળા પાણી વિતરણથી દેકારો

નવસારી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાલિકાના વિપક્ષી નેતા અંજુમ શેખ સહિતના કેટલાક વિપક્ષી કાઉન્સિલરોએ બુધવારે પાલિકાના સીઓને પાણી સંબંધે રજૂઆત કરતો પત્ર લખ્યો છે. આ પત્રમાં શહેરના પશ્ચિમે આવેલા બે વોર્ડ 7 અને 8માં પાણીની સમસ્યા હોવાનું જણાવ્યું છે. કોંગી સભ્યોએ જણાવ્યું કે વોર્ડ 7 અને 8ના કેટલાક વિસ્તારમાં હાલમાં ગંદુ પાણી આવી રહ્યું છે. આ પાણી પીવાલાયક નથી તો ઘરવપરાશ જેવા કે કપડા ધોવા, વાસણ ધોવા કે કચરા-પોતા કરવા પણ કામ લાગે એમ નથી એવો આક્ષેપ કર્યો છે. પાણી દુર્ગંધવાળુ હોવાનું પણ જણાવ્યું છે. કોંગ્રેસે તાત્કાલિક પગલાં ભરી પાણીની ગુણવત્તા સુધારવા જણાવ્યું છે. જે વોર્ડમાં ગંદા પાણીની રજૂઆત કરી છે, તેમાં વોર્ડ 7મા પાલિકાના પાણી સમિતિના ચેરમેન ત્રિભોવન ચાવડા અને વોર્ડ 8માં પાલિકા પ્રમુખ કાંતુભાઈ પટેલ રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો