તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:નવસારીમાં લોકડાઉનની સાથે હવે કોરોના સેમ્પલિંગ પણ હળવું

નવસારી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે તો માત્ર 20 સેમ્પલ જ લેવાયા

જિલ્લામાં કોરોના લોકડાઉનને હળવું કરવાની સાથે હવે તંત્ર એ કોરોના સેમ્પલિંગ પણ હળવું કરી દિવસે માત્ર 20 સેમ્પલ જ લેવાની શરૂઆત કરી છે. નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ક્રમશઃ લોકડાઉન હળવું કરવાની સાથે કોરોના ચકાસણી માટે લેવાતા સેમ્પલોની સંખ્યા પણ ઘટાડી દેવાઈ છે. અગાઉ 100 જેટલા સેમ્પલો લેવાતા હતા, ત્યારબાદ દરરોજ 50ની મર્યાદામાં કરવામાં આવ્યા હતા.છેલ્લા ચાર દિવસ તો રોજ 30ની મર્યાદામાં જ સેમ્પલો લેવાઈ રહ્યા હતા. બુધવારે તો સેમ્પલિંગનું પ્રમાણ વધુ ઘટાડી માત્ર 20 સેમ્પલ જ સમગ્ર નવસારી જિલ્લામાંથી લેવાયા હતા. તાલુકાવાર જોઈએ તો નવસારીમાં 1, જલાલપોરમાં 7, ગણદેવીમાં 8 અને ચીખલીમાં 4 સેમ્પલ લઈ ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. ખેરગામ અને વાંસદા તાલુકામાંથી તો એક પણ સેમ્પલ લેવાયા ન હતા. અહીં ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં 1853 સેમ્પલો કોરોના ચકાસણી માટે લેવાયા છે, જેમાંથી 8 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો