તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:નવસારીમાં 5 દિવસ બાદ કોરોનાનું સેમ્પલિંગ વધારાયું, ગુરુવારે ચકાસણી માટે 75 સેમ્પલ લેવાયા

નવસારી9 મહિનો પહેલા
  • કૉપી લિંક

સતત 5 દિવસ કોરોના વાઈરસ ચકાસણી માટે ખૂબ ઓછા સેમ્પલ લેવાયા બાદ ગુરુવારે વધારો કરી નવસારી જિલ્લામાં 75 સેમ્પલ લેવાયા હતા. છેલ્લા 5 દિવસ સેમ્પલિંગમાં ભારે ઘટાડો કરી દિવસમાં માત્ર 20થી 30 સેમ્પલો જ લેવાતા હતા. જોકે ગુરુવારે સેમ્પલની સંખ્યા વધારાઈ છે. ગુરુવારે નવસારી જિલ્લામાં 75 સેમ્પલો લેવામાં આવ્યા હતા.

તાલુકવાર જોઈએ તો નવસારીમાં 20, જલાલપોરમાં 21, ગણદેવીમાં 20, ચીખલીમાં 4, ખેરગામમાં 5 અને વાંસદામાં 5 સેમ્પલ લેવાયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં હાલ સુધીમાં 1928 સેમ્પલો લેવામાં આવ્યા છે, જેમાંથી 8 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. હજુ 75 સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો