તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારીમાં લોકડાઉનમાં પણ નવસારી નગર પાલિકા સંચાલિત શાળાઓનાં 188 વિધાર્થીઓએ ગુજરાત ગૌરવ દિન નિમિતે હાલમાં ચાલી રહેલ મહામારી કોરોનાને લઈ ને ચિત્ર સ્પર્ધા ,કાવ્ય સ્પર્ધા અને નિબંધ જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની કળા દર્શાવી હતી.
જિલ્લા કક્ષાએથી અને નગર પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીથી કરવામાં આવ્યું
તા.1 લી મે નાં રોજ ગુજરાત સ્થાપના દિનની ઉજવણી હેઠળ દર વર્ષે સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવતી હતી પણ હાલ કોરોના મહામારીને કારણે ઉજવણી ન થઈ હતી.જેને લઈને સરકાર દ્વારા ઘરે રહેલા વિધાર્થીઓ પોતાની કળા વિકસાવે તે માટે અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું ,જેમાં નવસારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 18 જેટલી શાળાઓમાં પણ ચિત્ર સ્પર્ધા ,કાવ્ય સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાતનાં કોરોના વોરીયર્સ વિષય ઉપર ચિત્ર,કાવ્ય અને નિબંધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 188 વિધાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં આ કૃતિ 10 મે સુધીમાં જમા કરવાની હતી અને આ કૃતિ નવસારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓનાં શિક્ષકોએ એકત્ર કરીને શાસનાધિકારી ને કચરીએ જમા કરાવવાની અને ત્યાર બાદ જિલ્લા સ્તરે સ્પર્ધાઓની કૃતિ મોકલવામાં આવી છે.આ સ્પર્ધાઓનું પરિણામ આવતા મહિનામાં આવશે .પણ લોકડાઉનનાં સમયમાં આવી રચનાત્મક સ્પર્ધાઓ થકી વિધાર્થીઓનાં આતરિક પ્રતિભા ખીલવાનો સરકારનો પ્રયાસ છે. આ હેતુને પાર પાડવા માટે નગર પ્રાથમિક સહિત નવસારી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં આ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. તેનું સંચાલન જિલ્લા કક્ષાએથી અને નગર પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીથી કરવામાં આવ્યું હતું.
વિવિધ સ્પર્ધામાં બાળ કૌશલ્ય ખીલી ઉઠ્યુ
કુલ શાળા 18, કાવ્ય સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા -૩૦, ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા-51,નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા 107, કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 188.
વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવાનો હેતુ
શિક્ષણ મંત્રીનાં આદેશ મુજબ નવસારી નગર પ્રાથમિક સંચાલિત શાળાઓનાં ધોરણ-૩થી 8ના 188 જેટલા વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા અને નિબંધમાં ભાગ લીધો હતો. લોકડાઉનના સમયે પણ વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભા બહાર આવે તે સરકારનો પ્રયાસ છે, જો કે આ સ્પર્ધાઓનું પરિણામ આવતા વાર લાગશે.- ભૂમિકા પટેલ, શાસનાધિકારી,નવસારી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.