તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારીમાં લોકડાઉનના પગલે જૈન દહેરાસરમાં પૂજા ન થતી હોય સમસ્ત જૈન સમાજ દ્વારા આવેદન આપી હવેનાં તબક્કામાં દહેરાસર ખોલવા અને પૂજા માટે અપીલ કરતુ આવેદન પત્ર આપ્યું હતું.સમસ્ત નવસારીનાં જૈન સંઘ દ્વારા આજે મંગળવારે મુખ્ય મંત્રીને ઉદેશી ને આપેલ આવેદન પત્ર દ્વારા જણાવાયું હતું કે વર્તમાન સમયમાં સમગ્ર જગત કોરોનાની મહામારી ના સંક્રમણથી બચવા માટે સઘન પ્રયત્નો કરી રહ્યા છે.જેમાં ધાર્મિક સ્થળો બંધ રાખવા જણાવાયું છે હવેના તબક્કામાં જૈન સમાજ નાં આસ્થાના અનુપમ સ્થાન જીન મદિર (જૈન દહેરાસર) ખોલવાની અને પૂજા કરવાની છુટ આપવામાં આવે.જૈન શાસ્ત્રનાં સિધાંત મુજબ પૂજા કરવા આવનાર મોઢે આઠ પડનાં મુખ કોશ (રૂમાલ- માસ્ક ) બાંધીને આવતા હોય છે .સરકારના જાહેરનામાં મુજબ મોઢેમાસ્ક ,સોશ્યલ ડીસટન્સની મર્યાદા ,સમયની મર્યાદા.સંખ્યાની મર્યાદા તેમજ જરૂરી નિયમો ને આધીન કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે છૂટ આપવા જણાવ્યું હતું.અમારું માનવું છે કે પ્રભુના વંદન ,પૂજન દર્શન કરવાથી આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.અને કોરોના ને માત આપી શકાય એમ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.