તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:અમદાવાદના કોરોના પોઝિટિવને ભૂલથી નવસારીમાં દર્શાવી દીધી

નવસારી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદ રહેતી મહિલાનું મૂળ વતન ચીખલી છે
 • નવસારીમાં છેલ્લો કેસ કડોલી ગામનો

મૂળ ચીખલીનો વતની હાલ અમદાવાદ રહેતા એક મહિલાનો કોરોના પોઝિટિવ કેસ નવસારી જિલ્લાનો બતાવી દેવાયો છે.હાલ કોરોના વાઈરસના પોઝિટિવ કેસોમાં રાજ્યમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લાવાર કેસોની સંખ્યા બતાવાઈ રહી છે. મળતી માહિતી મુજબ મંગળવારે નવસારી જિલ્લામાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયાનું સરકારી પોર્ટલ પર બતાવાઈ રહ્યું હતું. આ અંગે નવસારી આરોગ્ય વિભાગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જે પોઝિટિવ કેસ નવસારી જિલ્લામાં બતાવાયો એ હકીકતમાં અમદાવાદનો હતો. જાનકી નામની 28 વર્ષીય મહિલા અમદાવાદ રહે છે અને ત્યાં નોકરી કરે છે. તેની ચકાસણીમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. આ મહિલાનું મૂળ વતન જોકે નવસારી જિલ્લાનું ચીખલી છે, કદાચ તેને લઈને ભૂલથી નવસારી કેસ બતાવાયો હોઈ શકે ! એ મહિલા હાલના સમયમાં ચીખલી આવી પણ નથી. આ પોઝિટિવ કેસ નવસારીમાંથી કાઢી નાખવા ઉચ્ચસ્તરે રજૂઆત કર્યાનું જાણવા મળે છે. જિલ્લામાં છેલ્લો પોઝિટિવ કેસ કડોલી ગામનો જ નોંધાયો હતો.
સતત ચોથા દિવસે સેમ્પલિંગ ઓછું
નવસારી જિલ્લામાં સતત ચોથા દિવસે પણ કોરોના ચકાસણી માટે 30 સંખ્યાની મર્યાદામાં જ લેવાયા હતા. મંગળવારે 27 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં લેવાયેલ સેમ્પલોની સંખ્યા 1833 થઈ છે. જેમાંથી 8 કેસ જ પોઝિટિવ આવ્યા છે. હવે તો એક્ટીવ કેસ 1 જ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો