તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારીની કોવિડ-19 યશફીન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર કરતી પરિચારિકાઓ કોરોનાની તલવાર સામે દર્દીઓની જિંદગી અને મોત વચ્ચેની ઢાલ બનીને ઊભી છે. તેમની આ કુરબાની દેશ પર કર્જ રહેશે. આપણને સલામત રાખવા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવા પરિચારિકાઓની આ ખુમારીને વર્ણવવા શબ્દો ખૂટી પડે તેમ છે. પોતાના બાળકોને માતા-પિતાના હવાલે કરી ફરજને પ્રાધાન્ય આપનાર પરિચારિકાઓએ શ્રેષ્ઠ ફરજ ધર્મ નિભાવવા સાથે નારી શક્તિનો પણ પરિચય આપ્યો છે. તેમના આ ત્યાગ અને બલિદાનમાં બાળકો અને પરિવારનો સહયોગ પણ અવર્ણનીય રહ્યો છે. 12મી મે નર્સ ડે ના દિવસે આ વિરાંગનાઓના સેવાયજ્ઞને બિરદાવી તેમનો જુસ્સો વધારીએ.
નવસારીની કોવિડ-19 યશફીન હોસ્પિટલ અને સિવિલના કોરોના વોર્ડમાં ખડે પગે ફરજ બજાવતી વિરાંગનાઓને સો-સો સલામ
નવસારીની કોવિડ-19 યશફીન હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હેમાંગીની ચૌહાણને 2.5 વર્ષની બાળકી છે. કોરોના મહામારી વચ્ચે કઠણ હૃદયે માતૃત્વની હુંફ મનમાં દબાવી ફરજને પ્રાધાન્ય આપનાર હેમાંગીની પોતાની દીકરીને ઘરે માતાની દેખરેખમાં રાખીને ખૂદ પોઝિટિવ દર્દીઓની ખડે પગે સારવાર કરી રહી છે. આ અંગે હેમાંગીનીએ જણાવ્યું હતું કે, શરૂમાં થોડો ભય લાગતો હતો, પણ જેમ-જેમ સમય વ્યતિત થયો તેમ-તેમ મન વધુ મક્કમ થયું અને દર્દીઓની સારવાર કરવાનો જુસ્સો વધતો ગયો. હોસ્પિટલ હોય કે પછી ઘર દરેક પ્રકારની તકેદારી રાખીને સંપુર્ણ રીતે પોતાને સેનેટાઇઝ કરૂ છું. જેથી કરીને મને અથવા મારી બાળકી અને માતાને કોઇપણ પ્રકારની કોરોનાની અસર થાય નહીં. ઘરે જતાની સાથે જ દીકરી અને માતાના મુખ પર સ્મિત જોઇને ભયમુક્ત થઇ જવાય છે.
માણેકપોર-ટંકોલી ગામમાં રહેતી અને કોવિડ-19 યશફીન હોસ્પિટલમાં ફરજ બજાવતી સાહેદા શેખ ઘરે માતા-પિતા અને ભાઇ-બહેનની સતત ચિંતા વચ્ચે કોરોના ગ્રસ્તોની સેવામાં ખડે પગે છે. તેમના રહેણાંક વિસ્તારમાં તેમની આવી નિડર અને નિશ્વાર્થ ભાવની આ કામગીરીને જોઇને ગામના લોકોએ પણ તેમને સહકાર આપ્યો છે. પોતાની સેવા અંગે સાહેદા શેખે જણાવ્યું હતું કે, શરૂઆતમાં અમને કોવિડ-19 માટેની ટ્રેનિંગ આપવામાં આવી ત્યારબાદ દર્દીઓ સાથે કેવી રીતે વર્તવું તેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેના કારણે અમને દર્દીઓની સારવારમાં સરળતા રહી. ઘરે પણ માતા-પિતાએ કહ્યું કે, આવા સમયે જો નર્સ તરીકે દેશની ફરજ અદા નહીં કરે તો પછી ક્યારે કરશે? જોકે મને એ વાતનો ગર્વ પણ છે કે આ મહામારી સામેની લડાઇમાં મારી સાથે મારો પરિવાર પણ મારી સાથે રહ્યો અને હું મારી સેવા આપી શકી.

નવસારીના છાપરા રોડ ખાતે રહેતી અને કોવિડ-19 યશફીન હોસ્પિટલમાં ફરજ બજાવતી હિરલ પટેલની પણ કોરોના કહાની વખાણવા જેવી છે. ઘરેથી પણ દરેક પ્રકારનો સાથ તો મળ્યો તો સાથે જ તેમની સોસાયટીના લોકોનો પણ પુરતા પ્રમાણમાં સહકાર મળ્યો. સ્થાનિક લોકોએ તેમની કામગીરીને બિરદાવી હતી. તમામ જવાબદારીઓને કોરણે મૂકી ફરજને પ્રથમ પ્રાધાન્ય આપનાર હિરલે જણાવ્યું હતું કે, કોરોના પોઝીટીવ કેસના દર્દીઓની સારવારની તકેદારી રાખવાની સાથે જ પોતાને પણ કોરોનાથી બચાવવી તેની આંશિક ચિંતા ઘરના સભ્યોને હતી. હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી રક્ષણાત્મક સૂરક્ષા બાબતે તેમને જાણ થતા તેઓ નચિંત બન્યા હતા. આ સાથે જ કોરોના દર્દીઓની કામગીરી જેમ-જેમ આગળ વધતી ગઇ તેમ-તેમ મારો આત્મવિશ્વાસ પણ વધતો ગયો જેના કારણે કામગીરીમાં પણ સરળતા રહી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.