રજુઆત:મહિલા કોંગ્રેસની ગેસ સિલિન્ડરનો ભાવ વધારો પાછો ખેંચવા માંગણી

વાંકલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષમાં ગેસ સિલિન્ડરમાં 200નો વધારો, ગૃહિણીનું બજેટ ખોરવાયું

માંગરોળમાં મહિલા કોંગ્રેસે ઘરેલુ ગેસ સિલિન્ડર નો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી મામલતદારને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું માંગરોળ તાલુકા મામલતદાર કચેરી ખાતે માંગરોળ તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ ગૌતમીબેન વસાવાની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનો સુરેશભાઈ વસાવા કિશોરભાઈ ચૌધરી વિરોધ પક્ષના નેતા મોહનભાઈ કટારીયા તાલુકા પંચાયત સભ્ય સુશીલાબેન વસાવા વગેરેએ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવાની માગ કરતું એક આવેદનપત્ર અધિકારીને સુપ્રત કરી જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી ગેસ બોટલના ભાવમાં 200 રૂપિયાનો વધારો થયો છે.

જેના કારણે મહિલાઓને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. અસહ્ય ભાવ વધારાથી મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોની હાલત અત્યંત કફોડી બની છે. મોંઘવારી એ માજા મૂકી છે. પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આવી પરિસ્થિતિમાં સરકાર ગેસ જીવન જરૂરિયાતની વસ્તુ કહી શકાય તેવા ગેસનો ભાવ ઓછો કરે તેવી અમારી માગ છે કોંગ્રેસ અગ્રણી સુરેશભાઈ વસાવા એ જણાવ્યું કે કેરોસીન પણ બંધ થઈ ગયું છે અને ગેસ બોટલના ભાવ સતત વધી રહ્યા છે.

સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડી પણ મળી રહી નથી ત્યારે આ પરિસ્થિતિમાં આદિવાસી વિસ્તાર ધરાવતા માંગરોળ ઉમરપાડા તાલુકાના ગરીબ આદિવાસીઓની હાલત કફોડી બની છે. સરકાર ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ વધારો પાછો નહીં ખેંચે તો ગૃહિણીઓ સાથે મહિલા કોંગ્રેસની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...