માંગરોળ તાલુકાના પાતલદેવી ગામે વિજ ટ્રાન્સફોર્મર ના ફીટીંગ દરમિયાન અચાનક વીજ પુરવઠો ચાલુ કરાતા ફીટીંગ કામ કરતા યુવક ને વિજ કરંટ લાગતા નીચે પટકાયો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.
હાલમાં ઝંખવાવ પાતલદેવી ગામ વચ્ચેની વિજ લાઇન નું સમારકામ કરવામાં આવી રહ્યું હતું. જેથી દિવસ દરમિયાન વિજ પુરવઠો આ લાઈન પર બંધ કરવામાં આવ્યો હતો. તેમજ વીજ કંપની દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે. જેથી પાતલદેવી ગામે ટ્રાન્સફોર્મર ફીટીંગનુ કામમા કૃપા એજન્સીના માણસો કરી રહ્યા હતા.
ત્યારે એક તરફ વીજ લાઈન નું સમારકામ સાંજે પૂર્ણ થયું હતું જ્યારે બીજી તરફ કોન્ટ્રાક્ટ એજન્સી ના માણસોને ફીટિંગ કામ ચાલુ હતું આ સમયે ગેર સમજ થી સાંજના સમયે વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવતા પાતલદેવી ગામે ટ્રાન્સફર ફીટીંગનું કામ કરી રહેલ દિનેશભાઈ વસાવા નામના યુવક અને વીજ કરંટ લાગતા નીચે પટકાયો હતો અને માથાના ભાગે ઇજાઓ થઇ હતી.
તાત્કાલિક તેમને સારવાર માટે ઝંખવાવ ની રેફરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે બારડોલી સરદાર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો હાલ આ યુવકની હાલત સુધારા પર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.