કાર્યવાહી:GIPCLમાં ચોરી કરવા આવેલો ચોર દિવાલ કૂદવા જતાં પટકાતા ઝડપાયો

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરને પગે ફ્રેક્ચર થતાં હોસ્પિટલમાં ખસેડાયો, અન્ય ત્રણ દિવાલ કૂદી ભાગી છૂટ્યા

માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત GIPCL કંપની પ્લાન્ટમાં મોડી રાત્રે ચોરી કરવા આવેલા ચાર ઈસમોનો સિક્યુરિટી ગાર્ડે પીછો કરતા ત્રણ ઈસમો દિવાલ કૂદીને ભાગી છૂટયા હતા. દિવાલ કૂદીને ભાગવા જતાં નીચે પટકાયેલા એકને સિક્યુરિટી ગાર્ડે ઝડપી પાડયો હતો. જીઆઈપીસીએલ કંપનીમાં જૂના વજનકાટા ગોડાઉન પાસે મોડી રાત્રે ચોરી કરવા આવેલા ચાર ઈસમો વાયરો કાપી ચોરી કરી રહ્યા હતા. ફરજ પરના સિક્યુરિટી ગાર્ડ પ્રેમસિહ ધામી રાઉન્ડમાં નીકળ્યો હતો.

ત્યારે અવાજ અંધારામાં સાંભળાતા ટોર્ચ મારતા ચાર ઈસમો દેખાયા હતા. તેઓને બૂમો પાડતા ચારે તાંબાના વાયરો નાખી ભાગવા લાગ્યા હતા. આ સમયે ત્રણ ઇસમો દિવાલ કૂદીને ભાગી છૂટયા હતા, જ્યારે એક દિવાલ પરથી નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયો હતો. સિક્યુરિટી ગાર્ડે તેને પકડી પાડ્યો હતો અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

પોલીસે ઝડપાયેલા ઈસમનું નામ પુછતાં તેણે પોતાનું નામ રઇસ વહાબ શેખ રહે માંગરોળ ગામ દુરદર્શન કેન્દ્ર નજીક રહેતો હોવાનું જણાવ્યું હતું. ઈજાગ્રસ્તને પૂછપરછ કરાતા સાથેના એકનું નામ રાજન વસાવા હોવાનું જણાવ્યું હતું,જ્યારે અન્યના નામ ખબર નહીં હોવાનું કહ્યું હતું. ઇજાગ્રસ્તને તડકેશ્વરની સીફા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. ત્યાં તેને ડોક્ટરોએ પગમાં ફેક્ચર હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...