ભાસ્કર વિશેષ:ઝંખવાવથી મીરાપુર ગામ સુધીનો માર્ગ અત્યંત બિસમાર

વાંકલ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ તાલુકાના ઝંખવાવથી મીરાપુર ગામ સુધીનો બિસ્માર માર્ગના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. - Divya Bhaskar
માંગરોળ તાલુકાના ઝંખવાવથી મીરાપુર ગામ સુધીનો બિસ્માર માર્ગના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે.
  • માર્ગ તાત્કાલિક રીપેર કરવા લોકમાં માગ ઉઠી, વારંવાર થતાં નાના અકસ્માત

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામથી મીરાપુર ગામ સુધીનો માર્ગ અત્યંત બિસમાર બની જતા વાહન ચાલકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. છેલ્લા એક માસથી વરસી રહેલા વરસાદને કારણે ઠેરઠેર રસ્તાઓ બિસમાર બની ગયા છે. ત્યારે તાલુકાના મુખ્ય વેપારી મથક ગણાતા ઝંખવાવ ગામથી મીરાપુર ગામને જોડતા માર્ગ પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. વાહન ચાલકોએ આ માર્ગ પરથી કઈ રીતે પસાર થવું તે એક સવાલ છે જેમાં ખાસ બાઇક ચાલકો ને મોટી મુશ્કેલીઓ સર્જાઇ રહી છે.

માર્ગ ઉપર મોટા ખાડા હોવાને કારણે નાના વાહન ચાલકોને વધુ અકસ્માતો થઈ રહ્યા છે બીજી તરફ સ્થાનિક ખેડૂતો ને પોતાના ખેતરમાં જવા માટેનો ઉપયોગી માર્ગ હોવાથી ખેડૂતોની મુશ્કેલી પણ વધી ગઈ છે. વધુમાં ઉપરોક્ત માર્ગ પર થી સ્ટોન ક્વોરી ના ભારે વાહનો મુશ્કેલી થી પસાર થઈ રહ્યા છે. ઝંખવાવ મીરાપુર સહિત આસપાસ વિસ્તારના ગામના લોકો ઉપરોક્ત માર્ગ નુ સમારકામ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે. ત્યારે તંત્રના જવાબદાર અધિકારીઓ આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરી લોકોની મુશ્કેલી દૂર કરે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...