ફરિયાદ:પતિ હોટલમાં પનીરનું શાક લેવા ગયો અને પત્ની ઘરમાંથી ગુમ થઈ

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝંખવાવમાં રહેતા રાજસ્થાની પરિવારમાં બનેલી ઘટના

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે થી રાજસ્થાની પરણિતા ગુમ થતા પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે ઝંખવાવ ગામના રૂપમ ગેસ્ટ હાઉસની બાજુમાં રહેતો અને અનાજ કરીયાણાની દુકાન ચલાવતો ઘેવરરામ માનારામ દેવાસી મૂળ રાજસ્થાન ના પાલી જિલ્લાનો વતની છે અને ઝંખવાવ ગામે અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે તેના લગ્ન 1 વર્ષ પહેલા રાજસ્થાન ખાતે સમાજના રીતરિવાજ મુજબ પદમાદેવી સાથે થયા હતા જેથી હાલમાં ઝંખવાવ ગામે ભાઈ સરદારરામ તેમજ સાળો લક્ષ્મણરામ પણ સાથે રહેતા હતા અને રાંદલ ડેરીની બાજુમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવતા હતા

તારીખ 31 ના રોજ પતિ ઘેવરરામ બપોરે ઘરે આવ્યો હતો ત્યારે પત્નીએ હોટલમાંથી પનીર નુ શાક લઈ આવવા પતિને જણાવ્યું હતું જેથી પતિ વાડી રોડ પર આવેલી હોટેલમાં ગયો હતો ત્યારબાદ પરત ઘરે આવતા ઘરનો દરવાજો બંધ હતો જે ખોલીને જોતા પત્ની ઘરમાં ન હતી આજુબાજુમાં રહેતા લોકોને પૂછતા થોડા સમય પહેલાં જ તમારી પત્ની ઘર બંધ કરી હાથમાં બેગ લઈ ક્યાંક નીકળી હોવાનું જણાવ્યું હતું જેથી પતિ અને ઘરના સભ્યોએ પદમાદેવી ની શોધખોળ આદરી હતી

પરંતુ ક્યાંય તેનો પત્તો ન લાગતા પતિ એ માંગરોળ પોલીસ મથકમાં પત્ની ગુમ થયા અંગેની ફરિયાદ આપી હતી ગુમ થનાર પદમાદેવી ની ઉંમર 21 વર્ષ છે રંગે ગોરી ઊંચાઈ 4 ફૂટ 11 ઈંચ છે શરીરે કાળી ચુંનરી અને બદામી નારંગી રંગનો ઘાઘરો ચોલી પહેરેલ છે ડાબા હાથ ઉપર અંગ્રેજીમાં મોમ ડેડ લખેલું અને સ્ટાર નું નિશાન છે હિન્દી અને મારવાડી ભાષા જાણે છે

અન્ય સમાચારો પણ છે...