આવેદન:શત્રુંજય ગિરિરાજ તીર્થધામની પવિત્રતા જાળવવાની માગ સાથે માંગરોળમાં રેલી

વાંકલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંગરોળમાં જૈન સંઘ દ્વારા નાયબ મામલતદારને આવેદન આપવામાં આવ્યુ, લાગણી ન દુભાવવા માંગણી

માંગરોળ મોસાલી માં શાંતિનાથ જૈન દેરાસર અને આદેશ્વર જૈન દેરાશર ઉપાશ્રય ટ્રસ્ટ જૈન સમાજ દ્વારા તીર્થ સ્થળ શત્રુંજય ગિરિરાજ ની પવિત્રતા અને સુરક્ષા જાળવવાની માંગ સાથે જૈન સંઘ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી

શત્રુંજય ગીરીરાજ તીર્થધામ ની પવિત્રતા અને સુરક્ષાના ના મુદ્દે સમગ્ર ભારત દેશમાં જૈન સંઘો દેખાવો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જેના ભાગરૂપે તાલુકા મથક માંગરોળ ગામથી જૈન સંઘની રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં તીર્થધામ ની પવિત્રતા અને સુરક્ષાના સૂત્રોચારો કરવામાં આવ્યા હતા રેલી મામલતદાર કચેરી ખાતે આવી પહોંચતા ફરજ પરના નાયબ મામલતદાર ને એક આવેદનપત્ર આપી સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે અત્યારે જે કંઈ પણ આક્રોશ ચાલી રહ્યો છે ખાસ કરીને અમારા શત્રુંજય તીર્થધામ અને સંમ્મેદ શિખર જી જે ઝારખંડ રાજ્યમાં આવેલું છે એ તીર્થધામોની સુરક્ષા ને અમે સખત બનાવવા માટે અમે સૌ ભેગા થઈને રેલી આકારે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે થોડા સમય પહેલા અમારા પવિત્ર આદિનાથ દાદાના પગલાઓ ખંડિત કરવામાં આવ્યા અમારા સાધુ સાધ્વી ઓ જોડે અસામાજિક તત્વો દ્વારા ગાળા ગાળી કરવામાં આવી તેનો જૈન સમાજ સખત વિરોધ કરે છે.

આવા પવિત્ર શત્રુંજય ધામમાં આવા ખરાબ કૃત્યો ને ચલાવી લેવાય નહીં કોઈપણ સમાજ અને કોઈપણ ધર્મની લાગણી ન દુભાવી જોઈએ તીર્થધામ પવિત્ર છે આજે જે લોકો અસામાજિક કૃત્ય કરે છે તે લોકોને અમે જૈન સમાજ કોઈપણ ધર્મ સાથે કે સમાજ સાથે સાંકળતા નથી આવા લોકોનો કોઈ પણ ધર્મ હોતો નથી કોઈ પણ સમાજ હોતો નથી અમારો જે કંઈ પણ વિરોધ છે આ ફક્ત વ્યક્તિગત રીતે આ લોકોનો જ વિરોધ છે કે જે લોકો તીર્થધામ ને નુકસાન કરે છે.

અમે કોઈ ધર્મનો કે સમાજનો વિરોધ આજે પણ નથી કર્યો ભવિષ્યમાં પણ નહીં કરીશું અમારા તીર્થધામોની અને અમારા જૈન લોકોની સુરક્ષા મજબૂત થાય એવી અમારી માંગણી છે વધુમાં ઝારખંડ રાજ્યમાં આવેલ સંમ્મેદ શિખર જૈનોના પવિત્ર તીર્થધામ ને પર્યટન સ્થળ બનાવવા ના થઈ રહેલા પ્રયાસ સામે સખત વિરોધ દર્શાવીએ છે.

અન્ય સમાચારો પણ છે...