શિક્ષણ:ઉમરપાડામાં સાયન્સ અને કોમર્સ કોલેજ માટે રૂ.25.38 કરોડ મંજૂર

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીએ બહાર નહીં જવુ પડે

માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા ની રાજ્ય સરકારમાં સફળ રજૂઆતને પગલે ઉમ૨૫ાડા તાલુકામાં નવી બે કોલેજો સાયન્સ અને કોમર્સ કોલેજોને સ૨કારે રૂા.25.38 કરોડ વહીવટી મંજુરી આપતા તાલુકાના વિદ્યાર્થીઓ ને વાલી વર્ગમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે ઉમરપાડા અને આજુબાજુ તાલુકાના આદિવાસી વિદ્યાર્થીઓ સાયન્સ અને કોમર્સ કોલેજમાં ચાલુ વર્ષેમાં પ્રવેશ મેળવી શકશે

ઉંમ૨પાડા તાલુકામાં જુન-2015થી સરકારી આર્ટસ કોલેજ કાર્ય૨ત છે પરંતુ ઉમરપાડા તાલુકામાં કોઈ સાયન્સ અને કોમર્સ કોલેજ ન હતી જેના કારણે આદિજાતિવિદ્યાર્થીઓને સાયન્સ અને કોમર્સ કોલેજમાં ભણવા માટે માંડવી, વાંકલ, બા૨ડોલી, સુરત, ભરૂચ જિલ્લામાં તેમજ અન્ય તાલુકામાં અભ્યાસ માટે જવું પડતું હતું, જેથી ઉમરપાડા તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ભાજપ સંગઠનના આગેવાનો અને પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ ઉપરોક્ત સાયન્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા શિક્ષણમંત્રી તેમ મુખ્ય મંત્રીને રજૂઆત કરી હતી જેને લઇ .ઉચ્ચ શિક્ષણ કમિશ્નરે રૂા.25.38 કરોડની ચાલુ વર્ષે ખર્ચ ક૨વાની મંજુરી આપતા ચાલુ વર્ષે ઉમરપાડા તથા આજુબાજુ આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે સાયન્સ તેમજ કોમર્સ કોલેજ, ઉમરપાડા ખાતે પ્રવેશ મેળવી શકશે. જેને લઇ આ વિસ્તારના લોકોની વર્ષો જુની સમસ્યાનો અંત આવશે.

અન્ય સમાચારો પણ છે...