ગામલોકો ભયભીત:વડોલી ગામે પૂરથી નદી પર પ્રોટેક્શન વોલ સાઈડનું ધોવાણ થતાં લોકો ભયભીત

વાંકલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોટર પ્લાન્ટ, બેંકનું મકાન અને વીજ ટ્રાન્સફોર્મર નદીમાં ગરકાવ થાય તેવી સ્થિતી

માંગરોળ તાલુકાના વડોલી ગામે વરસાદી પુરથી નદી ઉપર બનાવેલી પ્રોટેક્શન વોલની સાઈડની માટીનું ધોવાણ થતાં ગ્રામ પંચાયતનો મિનરલ વોટર પ્લાન્ટ બેંકનું મકાન અને વીજ ટ્રાન્સફોર્મર નદીના પુરમાં ગરકાવ થાય તેવી સ્થિતિનું નિર્માણ થતાં ગામલોકો ભયભીત બન્યા છે.

ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને કારણે નદીઓમાં ઘોડાપૂર આવતા સ્થિતિનું નિર્માણ થયું છે વડોલી ગામે નદી ઉપર પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે. આ વોલની સાઈડમાં પાણીના વધુ પડતા પ્રવાહને કારણે ધોવાણ થતાં કિનારા ઉપર ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ મિનરલ વોટર પ્લાન્ટના કેબિનના પગથીયા નજીક મોટી તિરાડ પડતા મિનરલ વોટર પ્લાન્ટ પાણીમાં ગરકાવ થાય તેમ છે સાથે બેંકનું મકાન તેમજ સાથે રહેણાંક હોવાથી લોકો ભયભીત બન્યા છે.

ઘટનાની જાણ ટીડીઓ ભુપેન્દ્ર સિસોદિયાને થતા તેઓએ સ્થળ મુલાકાત લીધી હતી. સાથે તાલુકા ભાજપના પ્રમુખ મુકુંદભાઈ પટેલ તેમજ ભાજપના આગેવાન ધર્મેન્દ્રસિંહ સોલંકીએ સ્થળ મુલાકાત લઈ ભયભીત લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો. આગેવાનો નરેન્દ્રસિંહ, મીનાક્ષીબેન મહિડા, શંભુભાઈ વગેરે ભયજનક સ્થિતિથી અધિકારી અને આગેવાનોને વાકેફ કર્યા હતા. સમસ્યાના નિરાકરણ માટે એલ આકારમાં 100 મીટર નવી પ્રોટેક્શન વોલ નદી ઉપર બનાવવાની માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...