અકસ્માત:માર્ગ પર ખડકાયેલા રો-મટિરિયલના ઢગલાને લીધે કાર ખાડામાં ઉતરી ગઇ

વાંકલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાકલ બોરીયા માર્ગ પર રો-મટિરિયલના ઢગલા પર ચડ્યા બાદ બાજુમાં ખાડામાં ઉતરી ગયેલી કાર. - Divya Bhaskar
વાકલ બોરીયા માર્ગ પર રો-મટિરિયલના ઢગલા પર ચડ્યા બાદ બાજુમાં ખાડામાં ઉતરી ગયેલી કાર.
  • માર્ગનું કામ કરનાર એજન્સીની બેદરકારીથી અકસ્માત સર્જાયો હોવાની રાવ

માંગરોળ તાલુકાના વાંકલ બોરીયા માર્ગ પર પડેલા મટીરીયલ ના ઢગલા પર કાર ચઢી જતા ખાડામાં પડી હતી પરંતુ સદનસીબે કાર ચાલકનો બચાવ થયો છે.વાંકલ બોરીયા માર્ગનું હાલમાં નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ જવાબદાર કામ કરનાર એજન્સી દ્વારા માર્ગ ઉપર મટીરીયલના ઢગલા આડેધડ નાખવામાં આવતા આ અકસ્માત સર્જાયો છે એજન્સી ની ઘોર બેદરકારી સામે આવી છે

માંગરોળના ભડકુવા ગામના સંદીપભાઈ ચૌધરી પોતાની કાર લઈને બોરીયા ગામે જઈ રહ્યા હતા ત્યારે માર્ગ ઉપર મટીરીયલ નો ઢગલા હોવાનાં કારણે કાર ઢગલા પર ચઢી ગઈ હતી અને ત્યારબાદ કાર ખાડામાં ઉતરી પડી હતી. સદનસીબે કારચાલક નો આબાદ બચાવ થયો છે. માર્ગનું કામ કરનાર જવાબદાર એજન્સી ની બેદરકારી આ ઘટનાથી છતી થઈ છે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે જવાબદાર વિરુદ્ધ કાર્યવાહીની માગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...