માંગરોળ તાલુકાના ગીજરમ ગામે પાંચ વર્ષ પહેલા થયેલા ખોટા એટ્રોસિટી કેસની ડીવાયએસપી દ્વારા સ્થળ તપાસ કરાવવાની માગ સાથે મુખ્યમંત્રી અને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને સંબોધીને ગીજરમ ગામના લોકોએ માંગરોળના મામલતદારને આવેદન સુપરત કર્યું હતું. એટ્રોસીટીની ફરિયાદ ઉપજાવી કાઢેલી ખોટી હોવા મુદ્દે ગામના લોકોએ એફિડેવિટ કર્યું છે. ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા આ મુદ્દે સ્થળ તપાસ થાય તો સત્ય હકીકત બહાર લાવી નિર્દોષ લોકોને ન્યાય મળે તેવી રજૂઆત ગ્રામજનો દ્વારા થઈ રહી છે.
પાંચ વર્ષ પહેલા 4/7/2017ના દૂધ મંડળીના પૂર્વ પ્રમુખ રમેશ ગુલાબ વસાવાએ પોતાને માર મારી અપશબ્દો કહેવા અંગે એન.ડી.બારેજિયા (નઈમભાઈ) જે ગીજરમ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વર્તમાન પ્રમુખ સફિયાબેન કડીવાલાના પતિ છે. તેમજ ગીજરમ દૂધ મંડળીના મંત્રી યુસુફભાઈ શાહ અને ઐયુબભાઈ કડીવલા જે સફીયાબેનના ભાઈ થાય. ત્રણેય વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ માંગરોળ પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં હાઈકોર્ટે ધરપકડ નહીં કરવા પર સ્ટે આપ્યો હતો પરંતુ તેઓના વકીલે અસીલોને કોઈ જાણ કર્યા વિના અચાનક પીટીશન વીથ ડ્રો કરી લેતા નિર્દોષ લોકોની ધરપકડ થાય તેવી સ્થિતિનુ નિર્માણ થતાં મંડળીના સભ્યો તેમજ ગામના લોકો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સહિત સરકારના અનેક વિભાગના વડાઓને લેખિતમાં ગ્રામજનોએ રજૂઆત કરી ગ્રામજનોએ જણાવ્યું કે કેસમાં ફરિયાદીને આરોપી બનાવાયા છે અને આરોપી ફરિયાદી બન્યા છે. જેના ચોક્કસ પુરાવાઓ અમારી પાસે છે હકીકતમાં દૂધ મંડળીના ઓડીટર બપોરે બે વાગ્યા પછી દૂધ મંડળીના મકાનમાં આવેલા અને સભાસદો સાથે મિટિંગમાં વાતચીત શરૂ કરી હતી.
ત્યારબાદ સભાસદોની અરજી પર તપાસ ચાલુ કરી હતી. આ સમયે કેટલાક બિન સભાસદોએ ઉશ્કેરણી કરી હતી ત્યારે ઓડિટર દ્વારા કાયદા કાનૂન અને વ્યવહારૂ ઉકેલની સમજ આપવામાં આવી રહી હતી. આ સમયે મંડળીના તે સમયના પ્રમુખ સકુબેન વસાવા અને ઉપપ્રમુખ સફીયાબેન હાજર હતા તેઓ દ્વારા આ મીટીંગનુ વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું, જેમાં દરેક વ્યક્તિની ઓળખ સ્પષ્ટ થઈ છે ઓડીટરની હાજરીમાં મંત્રી યુસુફભાઈ પર હુમલો કરવામાં આવ્યો સભાસદ ઈશ્વર વસાવા પર હુમલો કરવામાં આવ્યો તેઓ પોતે પોલીસને ફોન કરી રહ્યા હોવાનું વિડીયો રેકોર્ડિંગમાં સ્પષ્ટ દેખાય છે.
આ બધું બન્યું ત્યારે ફરિયાદી ગુલાબ વસાવા હોલમાં હાજર હતો અને તેને કોઈએ કોઈપણ જાતની કનડગત કરી નથી. નઈમભાઈ મંડળી પર આવ્યા જ નથી તોફાની તત્વોએ મંડળીના કોમ્પ્યુટરમાં તોડ ફોડ કરી હતી. દૂધ મંડળીના મંત્રી અને ઈશ્વરભાઈ વસાવા બંને માંગરોળ પોલીસ સ્ટેશનને ફરિયાદ આપવા પણ ગયા હતા
આ બધી ઘટના બે વાગ્યા પછીની છે પરંતુ ફરિયાદીએ બપોરે એક વાગ્યે ગુનો બન્યો તેવો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે જેથી ફરિયાદ ખોટી હોવાનું જણાઈ આવે છે. આ તમામ હકીકત સાથેનું એક આવેદનપત્ર માંગરોળના નાયબ મામલતદાર ગીરીશભાઈ પરમારને દૂધ મંડળીના પ્રમુખ સભ્યો અને ગ્રામજનો દ્વારા આપવામાં આવ્યું હતું. તેઓ આ મુદ્દે ન્યાય મળે તેવી માગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.