કાર્યવાહી:3 વર્ષથી ફરાર ગૌ માંસની હેરાફેરીના ગુનાનો આરોપી કોસાડીથી ઝડપાયો

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના કોસાડી ગામના પાટિયા પાસેથી એલ સી બીની ટીમે ગૌમાંસના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.વર્ષ 2019 માં માંગરોળ તાલુકાના ઝંખવાવ ઘોડબાર ગામ વચ્ચે ના જંગલ માર્ગ પર ગૌમાંસ અને ગાયો ભરેલ પીક અપ ગાડી વન વિભાગના કર્મચારીઓને નજરે પડી હતી, જેથી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ સમયે વન વિભાગની ટીમ અને પોલીસે ગૌમાંસ ભરેલી પીક અપ ગાડીને અટકાવવાનો પ્રયાસ કરતા આરોપીએ વન વિભાગના કર્મચારીઓ અને પોલીસ ને કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ આરોપીઓ વાહન મૂકી ફરાર થઈ ગયા હતા.

આ ગુનામાં તે સમયે ઝંખવાવના એક આરોપીની ધરપકડ કરી હતી તેમજ આ ગુનામાં સંડોવાયેલો આરોપી મોહસીન ઈબ્રાહીમ શેખ હાલ રહે સલાબતપુરા ચીમની ટેકરા સુરત અને મૂળ રહે સડાના તાલુકો જીલ્લો નાસિક મહારાષ્ટ્રનો વતની છે. ગુનામાં સંડોવાયેલો હોવાથી એને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી આરોપી નાસ્તો ફરતો હતો ત્યારે હાલમાં જિલ્લા પોલીસ વડા દ્વારા ગૌમાંસ ગુના નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુચના આપવામાં આવી હતી.

જેથી એલ સી બીના પી.આઈ બી ડી શાહના માર્ગદર્શન હેઠળ એલસીબીના પી એસ આઈ એ સિસોદિયા એલ જી રાઠોડ એએસઆઈ મુકેશભાઈ જયદેવભાઈ હેડ કોન્સ્ટેબલ કાર્તિક ગીરી ચેતનગીરી સહિત ની ટીમે કાર્યવાહી શરૂ કરતા એ એસ આઈ અશ્વિનભાઈ ચીમનભાઈ અને એ.એસ.આઇ મહેન્દ્રભાઈ સનાભાઇને વિશ્વાસુ બાતમી દારો દ્વારા બાતમી મળી હતી કે માંગરોળ પોલીસ સ્ટેશનના બે ગુનામાં સંડોવાયેલો આરોપી માંગરોળના કોસાડી ગામના પાટીયા પાસે ઉભો છે જેને આધારે પોલીસે રેડ કરતા આરોપી મોહસીન ઈબ્રાહીમ શેખ ઝડપાઈ ગયો હતો. આરોપી વિરુદ્ધ માંગરોળ પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધવામાં આવ્યા છે હાલ આરોપીનો કબજો માંગરોળ પોલીસને સુપ્રત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...