માંગરોળ ઝંખવાવ રાજ્ય ધોરીમાર્ગ પર મોસાલી ચાર રસ્તા ગળકાછ ગામ વચ્ચે ઇકો કાર અને બાઈક વચ્ચે રાત્રે થયેલા અકસ્માતમાં બાઈકચાલક યુવકનું કરુણ મોત નીપજયું હતું માંગરોળ તાલુકાના કેવડી કુંડ ગામે નિશાળ ફળિયામાં રહેતો અમિતભાઈ અશોકભાઈ વસાવા વાલીયા તાલુકાના કરા મેરા ગામે સંબંધીને ત્યાં અન્ય મિત્રો સાથે રાત્રે લગ્ન પ્રસંગમાં ગયો હતો, અને રાત્રીના સમય અમિત પોતાની બાઇક લઈ કેવડી કુંડ ગામે આવવા માટે નીકળ્યો હતો.
જ્યારે અન્ય બે મિત્રો જયેશ અને સોહિલ લગ્ન પ્રસંગમાં રોકાયા હતા. આ સમયે મોસાલી ચાર રસ્તાથી ગડકાછ ગામ માર્ગ પર ઝંખવાવ તરફથી આવી રહેલા ઇકો કાર G J 19 B 6528ના ચાલકે ગફલત ભરી રીતે પોતાનું વાહન હંકારી બાઈક ચાલક યુવક અમિત વસાવા ને અડફેટે લેતા માથા અને પગમાં ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે યુવકનું મોત નિપજ્યું હતું બીજી તરફ ઇકો કાર ગટરમાં પલ્ટી મારી ગઈ હતી પરંતુ સદ્ નશીબે ચાલક ને સામાન્ય ઈજાઓ સાથે બચાવ થયો હતો આ ઘટનાની જાણ મૃત્યુ પામનાર યુવકના પરિવારજનો ને થતાં પરિવાર જુવાન પુત્રના મોતથી શોકમાં ગરકાવ થયો હતો. ઘટના અંગે માંગરોળ પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.