અકસ્માત:લીંબાડા આસરમા વચ્ચે કાર ચાલકે નિવૃત્ત આર્મી મેનની બાઈકને અડફેટે લેતાં મોત

વાંકલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
લિંબાડા ગામ નજીક અકસ્માત થતાં નિવૃત આર્મી મેનનું મોત થયુ હતુ. - Divya Bhaskar
લિંબાડા ગામ નજીક અકસ્માત થતાં નિવૃત આર્મી મેનનું મોત થયુ હતુ.
  • માંગરોળની એસબીઆઇ બેન્કમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે હાલ ફરજ બજાવતા હતા

માંગરોળ તાલુકાના આસરમા લિંબાડા ગામ નજીક નિવૃત આર્મીમેન અને માંગરોળની એસબીઆઇ બેન્ક સિક્યુરિટી ગાર્ડ ને કાર ચાલકે અડફેટે લેતા કરુણ મોત નીપજ્યું હતું . લક્ષ્મણભાઈ વેજાભાઈ જામોડ કોસંબા (સન સિટી સોસાયટી માં રહે છે તેઓ માંગરોળ ખાતે પોતાની ફરજ પૂરી કરી બાઈક ઉપર કોસંબા તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી (GJ 5 સી એસ 6385) નંબરની વેગનાર ગાડીનો ચાલક પૂર ઝડપે ગફલત ભરી રીતે પોતાનો વહન અહંકારીને આવી રહ્યો હતો.

આ સમયે પોતાની સાઇડે બાઈક હંકારી રહેલા લક્ષ્મણભાઈ અડફેટે લીધા હતા, જેથી લક્ષ્મણભાઈ રોડ ઉપર પટકાતા મોઢાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી તાત્કાલિક આજુબાજુ વિસ્તારના લોકો દોડી આવી 108 સેવાને બોલાવી તેઓને દિનબંધુ હોસ્પિટલ કામરેજ ખાતે દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું તેઓ તેઓ ખૂબ જ મિલનસાર સ્વભાવના હતા અને છેલ્લા 20 વર્ષથી માંગરોળ ખાતેની બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા.

અન્ય સમાચારો પણ છે...