તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ઉકાઈ જમણા કાંઠા નહેરનામાં અલ્લુ ગામનો યુવાન તણાયો

મહુવા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહુવા તાલુકાના બોરીયા ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠા નહેરમાં રવિવારે બપોરે એક યુવાન તણાયો હતો.સ્થાનિકોને નહેરના પાણીમાં તણાતો યુવાન નજરે પડતા ત્વરિત ઘટના અંગે બારડોલી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયર વિભાગે આવી નહેરના પાણીમાં યુવાનની શોધખોળ હાથ ધરી હતી પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમા યુવાનની કોઈ ભાળ મળી ન હતી.નહેરમાં ડૂબનાર યુવાન અલ્લુ ગામના કપુરા ફળિયાનો રહીશ અને વ્યવસાયે શિક્ષક હોવાનુ જાણવા મળ્યુ છે.

પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના અલ્લુ બોરીયા ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની નહેરના પાણીમા અલ્લુ ગામના કપુરા ફળિયામાં રહેતો યુવાન શિક્ષક નીરવ બચુભાઈ પટેલ (ઉં-૩૦) ડૂબતો ગામના ડે.સરપંચને નજરે પડ્યો હતો જેથી તેમણે ત્વરિત ઘટના અંગે અલ્લુ ગામના અગ્રણી અને મહુવા સુગરના ડિરેક્ટર તરુણભાઈ પટેલને જાણ કરી હતી જેથી તરુણભાઈએ ઘટના અંગે બારડોલી ફાયર વિભાગને જાણ કરી હતી જેથી બારડોલી ફાયર ઓફિસર પી.બી.ગઢવી સ્ટાફ સાથે ઘટના સ્થળે ધસી આવી નહેરના પાણીમાં યુવાનની શોધખોળ હાથ ધરી હતી.

બારડોલી ફાયર વિભાગ દ્વારા મોડી સાંજ સુધી નહેરના પાણીમાં યુવાનની શોધખોળ હાથ ધરી હતી પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી યુવાનની કોઈ ભાળ મળી ન હતી અને અંધારું થઈ જતા ફાયર વિભાગ દ્વારા પણ નહેરના પાણીમાં યુવાનની શોધખોળ થઈ શકી ન હતી.

ઘટના અંગે જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.રાત્રીના 9 વાગ્યા સુધી અલ્લુ ગ્રામજનોએ યુવાનની શોધખોળ ચાલુ રાખી હતી પરંતુ યુવાનની કોઈ ભાળ મળી ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો