કાર્યવાહી:મહુવામાં પ્રોહિબિશનના ગુનાના વોન્ટેડ 2 ઝડપાયા

મહુવા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
એલસીબી પોલીસ હાથે ઝડપાયેલા બંને આરોપીઓ. - Divya Bhaskar
એલસીબી પોલીસ હાથે ઝડપાયેલા બંને આરોપીઓ.
  • ગ્રામ્ય એલસીબી પેટ્રોલિંગમાં હતી

સુરત ગ્રામ્ય એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડના પોલીસ માણસોની અલગ અલગ ટીમો નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢી પકડી પાડવા બાબતે મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

જે દરમિયાન એલસીબીના એ.એસ.આઈ અરવિંદભાઈ પટેલ અને હે.કો રાજદીપ મનસુખભાઈને નાઓને સયુક્ત રીતે તેમના અંગત વિશ્વાસુ બાતમીદાર થકી ચોક્કસ બાતમી મળેલ કે મહુવા પો.સ્ટે માં પ્રોહીબીશનનાં ગુનામાં નાસતો ફરતો આરોપી વિજય ભીખુભાઈ હળપતિ અને નરેશ ભાઈલાલ પટેલ (બંને રહે-તરસાડી,તા-મહુવા) મહુવા તાલુકાના તરસાડી બસ સ્ટેન્ડ પાસે બેસેલ છે. તેવી ચોક્કસ બાતમી મળતા બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા બાતમી હકિકતવાળા આરોપીઓ મળી આવતા તેની અટકાયત કરી મહુવા પોલીસ મથકે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...