તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:મહુવામાં આચારસંહિતાનો ભંગ, રાજકીય પાર્ટીના બોર્ડ યથાવત

મહુવા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
મહુવા તાલુકામાં આદર્શ આચારસંહિતાના અમલની કામગીરી દેખાડા પૂરતી જ કરી હોવાથી ઠેર ઠેર ક્ષતિઓની પ્રતીતિ જોવા મળી રહી છે. - Divya Bhaskar
મહુવા તાલુકામાં આદર્શ આચારસંહિતાના અમલની કામગીરી દેખાડા પૂરતી જ કરી હોવાથી ઠેર ઠેર ક્ષતિઓની પ્રતીતિ જોવા મળી રહી છે.
 • સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી સામે અનેક સવાલો ઉભા થયા

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.પરંતુ આદર્શ આચારસંહિતાના અમલમા મહુવા તાલુકામાં ધજાગરા ઉડી રહ્યા હોવાનું જણાય રહ્યું છે. તાલુકામાં અનેક જગ્યાએ સરકારી તેમજ રાજકીય પક્ષના પોસ્ટરો અને હોર્ડિંગ્સ દૂર કરવામાં વહીવટીતંત્ર ગંભીરતા નહિ દાખવતા આચરસંહિતાને ગ્રહણ લાગ્યું હોવાની પ્રતીતિ થઈ રહી છે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત થતાની સાથે જ ચૂંટણી વાળા વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે.

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પણ યોજાવાની હોય મહુવા તાલુકામાં આદર્શ આચારસંહિતાનું પાલન માટે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.મહુવા તાલુકાના ગામોમાં ઠેર ઠેર લાગેલા સરકારી અને રાજકીય પક્ષોના બેનરો હટાવવાની કામગીરીમાં વિસનગતતા સર્જાઈ હોવાનું પ્રતીતિ તાલુકાના મતદારો ને થઈ રહી છે. તાલુકામાં આદર્શ આચારસંહિતાના અમલની કામગીરી તો કરવામાં આવી પરંતુ તે માત્ર દેખાડા પૂરતી જ કરી હોવાથી ઠેર ઠેર ક્ષતિઓની પ્રતીતિ જોવા મળી રહી છે.

જાહેર સ્થળો એ રાજકિય પક્ષના પ્રતિનિધિઓના નામ ફોટા સાથેના હોર્ડિંગ્સ તેમજ જાહેરમાં મુલાયેલ સરકારી ગ્રાન્ટમાંથી મુકેલ વસ્તુઓ પર પ્રતિનિધિઓના નામ અનેક જગ્યાએ યથાવત જ જોવા મળી રહ્યા હોય ત્યારે જાગૃત નાગરિકો આદર્શ આચરસંહિતાના અમલ બાબતે સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે વહીવટીતંત્ર આ બાબતને ગંભીરતાથી લેશે ખરું કે પછી હોતા હે ચલતા હે ની જ નીતિ અપનાવશે જેવા પ્રશ્નો તાલુકાની જનતામાં ચર્ચાય રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો