તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:શેખપુરમાં બે માસમાં કોરોના તેમજ અન્ય બીમારીથી મૃત્યુ થનાર 49 મૃતકોને ગ્રામજનોએ આપી શ્રદ્ધાંજલિ

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત જિલ્લા પંચાયતના નવા વરાયેલ આરોગ્ય સમિતિના અધ્યક્ષનું સન્માન

મહુવા તાલુકાના શેખપુર ગામે કોરોનાની બીજી લહેર દરમિયાન કોરોના તેમજ અન્ય બીમારીને લઈ 49 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા, જે મૃતકોને બુધવારના રોજ ગ્રામજનોએ યાદ કરી તેમના માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ સુરત જિલ્લા પંચાયતના નવા વરાયેલ આરોગ્ય સમિતિના અધ્યક્ષનું સન્માન કર્યુ હતુ. શેખપુર ગામના કેટલાય યુવાનો, વડીલોએ કોરોનાની બીજી લહેરમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.બીજી લહેરમાં કોરોના તેમજ અન્ય બીમારીથી શેખપુર ગામે 49 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આ કોરોનામા શેખપુર ગામે કેટલાય પરિવારે પોતાના ઘરના મોભીને ગુમાવ્યા છે.

શેખપુર ગામે દિવા પ્રગટાવી મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ.
શેખપુર ગામે દિવા પ્રગટાવી મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ.

ઘરના તમામ સભ્યોનું મોત થતા ઘરને તાળુ લાગી ગયુ છે. હાલ શેખપુર ગામમાં કોરોનાનો કહેર ઓછો થઈ ગયો છે અને સ્થિતિ પણ કાબૂમાં છે. પરંતુ ગ્રામજનો કોરોનાની બીજી લહેરમાં જોયેલ ભયાવહ સ્થિતિ આજે પણ ભૂલી શકયા નથી.શેખપુર ગ્રામજનો દ્વારા ભેગા થઈ કોરોના તેમજ અન્ય બીમારીમાં મૃત્યુ પામેલા 49 ગ્રામજનોને મૌન પાડી, દિવા પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી. સુરત જિલ્લા પંચાયતના નવા વરાયેલ આરોગ્ય સમિતિના અધ્યક્ષ એવા મહુવાના જિનેશભાઈ ભાવસારનુ સન્માન કર્યુ હતુ. ગ્રામજનો માટે ઉપયોગી ડેમ મંજૂર કરી ઝડપભેર બનાવનાર કાર્યપાલક ઈજનેરનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...