પ્રચંડ આક્રોશ:કવિઠા ગામમાં ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જનારી રેતી ભરેલી ટ્રકના ચાલકને ગ્રામજનોએ મેથીપાક આપ્યો

મહુવા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા તાલુકાના કવિઠા ગામે અકસ્માતને લઇ એકત્ર થયેલુ લોકોનું ટોળું જ્યારે બાજુ  ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જનાર રેતી ભરેલ ટ્રક. - Divya Bhaskar
મહુવા તાલુકાના કવિઠા ગામે અકસ્માતને લઇ એકત્ર થયેલુ લોકોનું ટોળું જ્યારે બાજુ ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જનાર રેતી ભરેલ ટ્રક.
  • સાંકડા માર્ગો પર માતેલા સાંઢની માફક બેફામ દોડતી રેતી ભરેલી ટ્રકો સામે સ્થાનિકોમાં રોષ
  • રોષે ભરાયેલા લોકોના ટોળાએ અન્ય ટ્રકો પણ અટકાવી દીધી

સેવાસણ ગામેથી રેતી ભરી બેફામ દોડતી ટ્રકે કવિઠા ગામની સીમમાં ટ્રેક્ટર ને અડફેટમાં લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માત બાદ સ્થાનિક રહીશો દ્વારા ઘટના સ્થળે દોડી આવી બેફામ દોડતી ટ્રકના ચાલકને સારો એવો મેથીપાક આપી ટ્રેક્ટરમા નુકસાનીનો ખર્ચ લઈ સબક શીખવ્યો હતો

અકસ્માત સર્જનાર ટ્રક માલિક પાસે ટ્રેક્ટરની નુકસાનીનો ખર્ચ લીધો હતો

મહુવા તાલુકાના સેવાસણ ગામેથી રેતી ભરી બેફામ માતેલાસાંઢનિ જેમ દોડતી ટ્રકોથી સ્થાનિક રહિશોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.સાંકડા માર્ગ પર પુરપાટ ઝડપે દોડતી ટ્રકોના ચાલક અને માલિકને ગ્રામજનો દ્વારા અવારનવાર સૂચના આપવા છતા પણ તેઓ ગ્રામજનોની વાત ધ્યાને લેતા ન હતા અને ટ્રક પુરપાટ ઝડપે બેફામ હંકારવાનુ ચાલુ જ રાખ્યુ હતુ.રવિવાર સવારે સેવાસણ થી રેતી ભરી પુરપાટ ઝડપે દોડતી ટ્રકના ચાલકે કવિઠા ગામની સીમમાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવીને સામેથી આવતા ટ્રેક્ટરને ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જયો હતો.આ અકસ્માતમાં ટ્રેક્ટરને મોટુ નુકશાન થયુ હતુ જ્યારે ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.આ અકસ્માતને પગલે સ્થાનિકોમા પ્રચંડ રોષ ભભૂકી ઉઠ્યો હતો અને અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને સ્થાનિકોએ ભેગા થઈ સારો એવો મેથીપાક આપ્યો હતો.અકસ્માત સર્જનાર ટ્રક માલિક પાસે ટ્રેક્ટરની નુકસાનીનો ખર્ચ લીધો હતો ઉપરાંત કવિઠા ગામેથી રેતી ભરી પસાર થતી અન્ય ટ્રકો પણ થોભાવી દિધી હતી.અને ત્યારબાદ ગ્રામજનોએ ઘટના અંગે બારડોલી પ્રાંત અધિકારી તેમજ મહુવા પોલીસને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...