યુવાનનુ મોત:સણવલ્લા માઈનોર નહેરમાં ડૂબી જતાં અજાણ્યાનું મોત

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકાના સણવલ્લા ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની માઈનોર નહેરમાંથી 23 વર્ષીય અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે નહેરના પાણીમાંથી યુવાનનો મૃતદેહ બહાર કઢાવી મૃતકના વાલી વારસાની શોધખોળ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના સણવલ્લા ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની માઈનોર નહેરના પાણીમા 23 વર્ષીય અજાણ્યો યુવાન તા-15/11/2022ને મંગળવારના રોજ આકસ્મિક રીતે પડી ગયો હતો.અને નહેરના પાણીમાં ડૂબી જવાથી યુવાનનુ મોત નીપજ્યુ હતુ.

ઘટના અંગે સ્થાનિકો દ્વારા મહુવા પોલીસ દ્વારા જાણ કરાતા મહુવા પોલીસ સ્ટાફ ત્વરિત ઘટના સ્થળે આવી મૃત યુવાનનો મૃતદેહ નહેરના પાણીમાંથી બહાર કઢાવી મૃતક યુવાનના વાલી વારસાની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...