સમસ્યા:ઉનાઈ -નવસારી બસ મહુવાના અનેક સ્ટેશનો પર ઉભી નહીં રખાતા પરિક્ષાર્થીઓ અટવાયા

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાથ ઉંચો કરોને એસટીમાં બેસોનું સૂત્ર ખોટું સાબીત કરી રહ્યા છે ડ્રાઇવર અને કંડક્ટરો
  • કોલેજના​​​​​​​ અનેક વિદ્યાર્થીઓ પરિક્ષામાં મોડા પડતાં નિરાશ જોવા મળ્યા

મહુવા તાલુકામાંથી નવસારી કોલેજ જતા વિદ્યાર્થીઓની આજરોજ પરીક્ષા હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચિતરવામાં આવેલા વાક્ય ખોટા સાબિત થતા નજરે પડી રહ્યા છે, જેમાં “હાથ ઊંચા કરો અને બસમાં બેસો” વાક્યને નવસારી ડેપોના ડ્રાઈવર દ્વારા ખોટા સાબિત કરી દીધા હતા.ઉનાઈ થી નવસારી જતી બસ જે એના રેગ્યુલર ટાઈમે દરેક બસ સ્ટોપ પર આવી જતી હોય છે પરંતુ હાથ ઊંચા કરવા છતાં ડ્રાઈવરો નજર અંદાજ કરી બસને ઉભી નહીં રખાતા કોલેજના વિદ્યાર્થીઓ મહા મુસીબતમાં ફસાયા હતા.

ઉનાઈથી નવસારી જતી આ બસ જે વલવાડા પંથકમાં લગભગ આશરે સવારના 9:30 કલાકના અરસામાં આવતી હોય છે, જે તા.16.04.2022 ના રોજ સમય અનુસાર આવી પહોંચી હતી પરંતુ જ્યારે બસને હાથ ઊંચો કરતા બસ ઉભી નહીં રખાતા નવસારી કોલેજ ખાતે જતા વિદ્યાર્થીઓની આજરોજ પરીક્ષા હોય ત્યારે સમયસર પહોંચી શકવામાં મહા મુસીબત રૂપ ઘટના બનવા પામી હતી.

મહુવા તાલુકાના પુના, વાંસકુઈ તેમજ અન્ય ગામે પણ બસ ઉભી નહીં રખાતા અમુક વિદ્યાર્થીઓ તો પોતાના વાહન લઈ બસ પાછળ ગયા હોવાની વાત જાણવા મળી છે. ત્યારે કોલેજના વિદ્યાર્થીઓ આગલા સ્ટોપ ઉપર બસ ઉભી રહેશે જે મૃગ જળ રૂપ સાબિત થયું હતું. બસ સ્ટોપ પર બેસેલા વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયે ના પહોંચી શકવાના કારણે ભીની આંખે મુંઝાઈ બેસેલા જોવા મળ્યા હતા. ત્યારે નવસારી ડેપો મેનેજર આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઇ બસોના ડ્રાઈવરોને શિક્ષાના પાઠ શીખવે એવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...