અકસ્માત:મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર પુનાની સીમમાં અકસ્માતમા બે મહિલા ગંભીર

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર પુનાની સીમમાં અકસ્માતમા બે મહિલા ગંભીર

મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર પુના ગામની સીમમાં એક મોટર સાયકલ ચાલકે પોતાના કબ્જાનુ વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રોંગ સાઈડ પર જઈ સામેથી આવતી મોપેડને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં મોપેડ સવાર બંને મહિલા ગંભીર ઘવાતા ત્વરિત તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર પુના ગામની સીમમાંથી એક મોટરસાયકલ (GJ-16-CD-739)ના ચાલકે પોતાના કબ્જાનુ વાહન પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન રોંગ સાઈડે જઈ સામેથી આવતી મોપેડ (GJ-05-GP-1383) સાથે ધડાકા ભેર અથડાવી ગંભીર અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં મોપેડ પર સવાર બે મહિલાઓ ગંભીર રીતે ઘવાતા ત્વરિત તેમને 108મા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ બંને મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત સર્જનાર બાઇકચાલક નશાની હાલતમાં મોટરસાયકલ ચલાવી રહ્યો હોવાનુ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યુ છે.

અને તેમણે બેફિકરાઈ થી પોતાનુ વાહન ચલાવી સ્ટેટ હાઈવે પરથી પસાર થતા ઘણા વાહન ચાલકોના જીવ જોખમમાં મુક્યા હતા, જેથી મહુવા પોલીસ નિર્દોષ વાહન ચાલક મહિલાને અડફેટે લઈ અકસ્માત સર્જનાર આ ઈસમ સામે કાર્યવાહી હાથ ધરે એવી માંગ સ્થાનિક રહીશો સેવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...