મહુવા તાલુકાના ઓંડચ ગામે પૂર્ણા નદીમાં ભૂસ્તરની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરી ગેરકાયદેસર રેતી ખનન કરતી બે નાવડી અને રેતી ભરવા આવેલ એક ટ્રક મળી કુલ્લે 12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ચકચાર મચી જવા પામી હતી.મહુવા તાલુકામા ભૂસ્તર વિભાગની રેડ અંગે માહિતિ મળતા જ ભૂ માફિયાઓ ભૂગર્ભમા ઉતરી ગયા હતા.
મહુવા તાલુકાના ઓંડચ ગામે પૂર્ણા નદીમાં ગેરકાયદેસર રેતી ખનનનુ નેટવર્ક પુરજોશમાં ધમધમી રહ્યુ હતુ.જે અંગે ભૂસ્તર વિભાગના સિનિયર ભૂસ્તરશાસ્ત્રી ડી.કે.પટેલને માહિતી મળતા તેમણે ઓડચ ગામેથી પસાર થતી પૂર્ણા નદીમાં ચેકિંગ હાથ ધર્યુ હતુ.તે દરમિયાન ગેરકાયદેસર રેતી ખનનની કામગીરી ચાલતી નજરે પડતા જ ત્વરિત ભૂસ્તર વિભાગની ટીમે ગેરકાયદેસર ચાલતા રેતી ખનન સ્થળે દરોડા પાડ્યા હતા.અને ગેરકાયદેસર રેતી ખનન કરતી બે નાવડીઓ ઝડપી પાડી હતી.
અને રેતી ભરવા માટે આવેલ ટ્રક ઝડપી પાડી હતી.ભૂસ્તરની ટીમ દ્વારા બે નાવડી અને એક ટ્રક મળી કુલ્લે 12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહી જોઈ ભૂ માફિયાઓમા ફફડાટ ફેલાય ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.