તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર-ધોળા-પીપાવાવ-મહુવા રેલ્વે ટ્રેકનું વિદ્યુતિકરણ પ્રોજેક્ટનું કામ પૂર્ણતાના આરે છે.પરંતુ છેલ્લા આઠ માસથી કોરોનાના કહેરના કારણે મહુવા - સુરત, મહુવા-મુંબઇ અને મહુવા-ધોળા-ભાવનગર નો ટ્રેન વ્યવહાર 8 મહિનાથી બંધ હોય મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યોં છે.300 કરોડના ખર્ચે મહુવા-રાજુલા-પીપાવાવ-સુરેન્દ્રનગર ટ્રેક બ્રોડગેઇજ પરિવર્તન કર્યા બાદ રેલ્વે દ્વારા મહુવા, રાજુલા, અમરેલી પંથકને ભારે અન્યાય થઇ રહ્યો હોવાની માંગણી ઉભી થઈ છે.મહુવા-સુરત વિકલી દર બુધવારે ઉપડતી ટ્રેન શરૂ કરવામાં આવે અને દૈનિક કરવામાં આવે તેવી માંગ મુસાફરોમાં ઉભી થવા પામી છે. મહુવા-મુંબઇ અઠવાડીયામાં બે દિવસ ચાલતી ટ્રેનની ફ્રીકવન્સી વધારી ત્રણ દિવસ ચલાવવા રેલ્વે તંત્રએ આગળ આવવુ જોઇએ.
તેવી માંગ પણ મુસાફરોમાં ઉભી થવા પામી છે. છેલ્લા આઠ માસથી બંધ ટ્રેન જુદા-જુદા તબક્કે રેલ્વેતંત્ર શરુ કરી રહ્યું છે. ત્યારે મહુવાથી ઉપડતી લાંબા રૂટની સુરત, મુંબઇ ટ્રેન વહેલી તકે શરૂ કરવા ની જરૂરીયાત ઉભી થવા પામી છે. મહુવા-ધોળા અને મહુવા-ભાવનગર ચાલતી લોકલ ટ્રેન રેલ્વેએ બનાવેલા નવા નિયમોને લક્ષમાં લઇ એક્ષપ્રેસ ટ્રેન બનાવી વહેલી તકે શરૂ કરવામાં આવે તો જ મહુવા, રાજુલા, સાવરકુંડલાના મુસાફરોમાં ઓછી મુશ્કેલી પડે. મુહવા-સુરત, મહુવા-મુંબઇ ટ્રેન દૈનિક કરવા અથવા તો દિવસો વધારવા તેમજ મહુવા -ધોળા-ભાવનગર ટ્રેન નિયમિતપણે શરૂ કરવા મહુવા-રાજુલા-સાવરકુંડલા, અમરેલી પંથકના વેપારી એસોસીએશનો, ધારાસભ્ય, ભાવનગર અને અમરેલીના સાંસદ રેલ્વે તંત્રને પરિણાત્મક રજુઆત કરે તેવી મુસાફરોમાં માંગ ઉભી થવા પામી છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.