ઉજવણી:મહુવા તાલુકામાં વાઘ બારસની પરંપરાગત રીતે ઉજવણી

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસી દૂધાળા પશુઓના તેમજ માનવ રક્ષણ માટે `વાઘ` ને જીવતા દેવ તરીકે દરજ્જો આપે છે

મહુવા તાલુકાના મહુવરિયા ગામે લીમડી ફળિયામાં વાઘબારસની ઉજવણી વર્ષોથી કરવામાં આવે છે. મંડળના પ્રમુખ આલુભાઈ કે. ચૌધરી તથા મંડળના કારોબારીની અગત્યનો ભાગ હોય છે. ગામના દરેક વ્યક્તિ ભેગા મળી ઉજવણી કરે છે. જળ, જંગલ અને જમીનને સાચવનારા પ્રકૃતિ પૂજક આદિવાસીઓનો આ પ્રકૃતિ સાથેનો કુદરતી વ્યવહાર છે. આદિવાસીઓ ક્યારેય વ્યક્તિ પૂજામાં માનતા નથી. આદિવાસીઓના દેવદેવીએ પ્રકૃતિ તત્ત્વ અને પોતાના પૂર્વજો જ હોય છે. આદિવાસીઓ જળ, જમીન, જંગલ આકાશ. સૂર્ય, ચંદ્ર, તારા, આગ વગેરેને જ દેવ માને છે.

પ્રકૃતિક દેવના પ્રતિક તરીકે આદિવાસીઓની લાકડું કે પથ્થરનો ઉપયોગ કરે છે. જેમાં અલગ અલગ વિસ્તારમાં વિવિધતા જોવા મળે છે. આદિવાસીઓ પોતાના જે પૂર્વજો જેમણે ખેતી કરતાં શિખવ્યું, ઔષધિઓની જાણકારી આપી, સંગીત નૃત્યની જાણકારી આપી એના ભાગરૂપે આદિવાસીઓ વર્ષમાં અલગ અલગ દિવસોએ ખેતી કરેલા ખેતીના પાકોની કાપણી કરે લે છે. ત્યારબાદ પૂર્વજોને આ ધ્યાન આપે છે અને એમનો આભાર માને છે. દૂધાળા પશુઓના તેમજ માનવના રક્ષણ માટે `વાઘ` ને જીવતા દેવ તરીકેનો દરજ્જો આપી વાઘદેવની પૂજા કરે છે.

વાઘબારસે ખેતી અને પશુ પાલન ક્ષેત્રે સંકળાયેલા આદિવાસી સમાજ જંગલી પશુઓથી માનવ સમુદાય તેમજ પાલતુ જાનવરના રક્ષણ કાજે વાઘ જીવતા દેવ તરીકે દરજ્જો આપી વાઘ દેવને રિઝવવા એની પૂજા કરી પરંપરાગત રીતે ઉપજવાતો પર્વ છે. આદિવાસી સમાજની પરંપરામાં જ્ઞાન, વિજ્ઞાન, મનોવિગ્નાન અને ઔષધિય ગ્નાનનો સમનવ્ય જોવા મળે છે. આદિવાસી પેઢી દર પેઢીથી આદિવાસી સમાજ વાઘ બારસ ઉજવે છે. જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આધારિત છે.

વાઘબારસના દિવસે વન ઔષધિઓના પાલતુ પશુઓ ઉપર તેમજ કોઢમાં પણ છંટકાવ કરવામાં આવે છે, જેમાં આદિવાસીઓમાં રહેલા પરંપરાગત ઔષધિનું ગ્નાન પ્રપ્ત થાય છે. વાઘ બારસના દિવસે વાઘ દેવના થાનકે પાલતુ પશુઓ ગાય, ભેંસ કે ઘેંટા બકરા લઈને સૌ પહોંચી જાય છે. પહેલેથી પૂજા સામગ્રી એકઠી કરી હોય અને ભગત દ્વારા પૂજન કરવામાં આવે છે. પૂજન સમયે અનેરો ઉત્સાહ હોય છે. જેમાં આસપાસના ગામોમાં જંગલી પ્રાણીઓએ માનવી કે પાલતું પશુઓ હુમલા કર્યો હોય, એનું વર્ણ કરે છે.

બનેલ વાઘ અને ભાલુકા ન કમરે કાપડમાં પાનગ ભખરા તેમજ કાચા ચોખા બાંધે છે. એ સમયે ઔષધિઓનો છંટકાવ થાય છે. વિધીઓ અને વાઘ અને ભાલુકું બંને ભાગવા માંડે ત્યારે તેમની ચેવઢાનો મારો વરસાવે છે. એમાંથી બચીને એ બંને જંગલ બાજુ ભાગી જાય છે અને પછી સમૂહ ભોજન થાય છે. અંતે વધેલું વન ઔષધ લોકો ઘરે લઈ જઈને જ્યાં પશુઓ રાખતા હોય ત્યાં છંટકાવ કરે છે.

અન્ય સમાચારો પણ છે...