તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:નૈપ ગામે વિજય સરઘસમાં મારામારીમાં ત્રણને ઇજા

મહુવા7 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ બાદ મહુવા તાલુકાના નૈપ ગામે રાજકીય પક્ષનું વિજય સરઘસ નિકળ્યું હતું તેમાં આ વિજય સરઘસ હારેલા ઉમેદવારના ટેકેદારની દુકાન પાસેથી નિકળેલ અને ટેકેદારની દુકાનમાં ગુલાલ નખાતા મામલો બિચકયો હતો અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.

લાકડા અને ધોકા વડે મારામારી થતા આશાબેન જીતેન્દ્રભાઇ ભીલ, જીતેન્દ્રભાઇ બટુકભાઇ ભીલ અને ધરમશીભાઇ બટુકભાઇ ભીલને ઇજા થતા મહુવાની હનમંત હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા.આ બનાવ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પાંચ વ્યકિતની અટકાયત કરેલ અને બનાવવામાં સંડોવાયેલા બીજા સાત નામ ખુલતા એમની પણ અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરી હતી. આમ ચૂંટણીના માહોલમાં મારામારીથી પોલીસ દોડતી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...