આજે વિશ્વ યોગ દિવસ:15 હજાર છાત્રોને યોગના પાઠ ભણાવી ચૂક્યાં છે આ યોગાચાર્ય

મહુવા7 મહિનો પહેલાલેખક: જયદીપસિંહ પરમાર
  • કૉપી લિંક
યોગની તાલીમ આપતા યોગ ગુરુ. - Divya Bhaskar
યોગની તાલીમ આપતા યોગ ગુરુ.
  • વાત ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર સમાન યોગને સામાન્ય જન સુધી પહોંચાડનારા કર્મયોગીની

મહુવાના બિલખડી હાઈસ્કૂલના આચાર્ય અને યોગ કોચ અજયભાઈ પટેલ છેલ્લા 11 વર્ષથી શાળા કોલેજોમા બાળકોને યોગ અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે 70થી વધુ શાળા-કોલેજોમાં જઇ 15 વિદ્યાર્થીઓનેે યોગ,આસન,પ્રાણાયામ અને આયુર્વેદ વિશે રૂબરૂ માર્ગદર્શન આપ્યુ છે.તેઓ યોગ ટ્રેનર અરૂણ ભાટી તથા ભારત સ્વાભિમાન ટ્રસ્ટ કનખલ હરિદ્વાર ખાતે રામદેવજી મહારાજના માર્ગદર્શન હેઠળ યોગની સઘન તાલિમ લીધી છે.

લોકડાઉનમાં પણ ઓનલાઇન યોગ શીખવ્યાં
મનુષ્યની તંદુરસ્તી માટે યોગ કરવું ખૂબ જ જરૂરી છે.કોરોના પોઝિટિવ દર્દીઓ પણ યોગના માધ્યમથી ઝડપભેર સાજા થયા છે. લોકડાઉનમા પણ મેં ઓનલાઈન યોગની ટ્રેનિંગ ચાલુ જ રાખી હતી.શાળા કોલેજોના વિદ્યાર્થીઓ ઉપરાંત જાહેર જનતા મળી અત્યાર સુધી 15 હજાર થી વધુ વ્યક્તિઓને યોગની ટ્રેનિંગ આપી છે.અને ભવિષ્યમા બને એટલા વધુ વ્યક્તિઓને યોગની તાલીમ આપવાનો પ્રયત્ન કરીશ.> અજયભાઈ પટેલ, યોગ ગુરુ

અન્ય સમાચારો પણ છે...