તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:મહુવા તાલુકાના અમરોલીમાં 29 અને આમચકમાં 12 હળપતિ આવાસો બનશે

મહુવા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 49.20 લાખના ખર્ચે બનનાર આવાસનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત

મહુવા તાલુકાના અમરોલી અને આમચક ગામે ગામે 49.20 લાખના ખર્ચે બનનાર કુલ 41 હળપતિ આવાસોનુ ખાતમુહૂર્ત મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે કરવામા આવ્યુ હતુ. મહુવા ધારાસભ્યએ ગરીબ ઘર વિનાનો ન રહે એવુ આયોજન કરી કામગીરી હાથ ધરશે એમ જણાવ્યું હતુ.

મહુવા વિધાનસભા મત વિસ્તારમા આવતા અમરોલી અને આમચક ગામના કેટલાય ગરીબોને પોતાના ઘર વિના રહેવા ઉપરાંત જીવન નિર્વાહમા ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેથી આ ગામના અગ્રણીઓએ મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાને ગરીબોના હળપતિ આવાસ મંજૂર કરાવવા રજૂઆત કરી હતી, જે રજૂઆત આધારે મહુવા ધારાસભ્ય દ્વારા સરકારમા રજૂઆત કરી આમચક ગામે 12 અને અમરોલી ગામે 29 મળી કુલ 41 હળપતિ આવાસો 49.20 લાખના ખર્ચે મંજૂર કરાવ્યા હતા, જેનુ ખાતમુહૂર્ત મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે કરવામા આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો