તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વાવાઝોડા બાદ મહુવામાં હજુ પણ કેટલાક વિસ્તારમાં અંધારપટ

મહુવા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંધ લાઇટોના કારણે ચોરી થવાનો ભય
  • સ્ટ્રીટ લાઇટ બંધ છે ત્યાં વહેલીતકે શરૂ કરવામાં આવે તેવી નગરજનોની માંગ

તોકતે વાવાઝોડાને બે માસ થવા આવ્યા છતા મહુવા નગરપાલિકાની અનેક સ્ટ્રીટ લાઇટો બંધ હોવાની ફરીયાદ ઉઠવા પામી છે.જે વિસ્તારોમાં હજુ સ્ટ્રીટ લાઇટ બંધ છે ત્યાં વહેલીતકે શરૂ કરવામાં આવે તેવી નગરજનોની માંગ છે. મહુવાના સોસાયટી વિસ્તાર, કુબેરબાગ વિસ્તાર વગેરે વિસ્તારોમાં અનેક ખાંચા ગલીની સ્ટ્રીટ લાઇટ બંધ હોય નગરજનો હાલાકી ભોગવી રહ્યાં છે. બંધ સ્ટ્રીટ લાઇટનો લાભ તસ્કરો ઉઠાવે તે પહેલા વહેલામાં વહેલીતકે મહુવાની તમામ સ્ટ્રીટ લાઇટો ઝળહળતી કરવા નગરપાલિકા સત્તાધીશો યોગ્ય પગલા ભરે તેવી માંગ નગરજનોમાં ઉભી થવા પામી છે.

નગરજનોમાં એવી પણ માંગ ઉભી થવા પામી છે કે વોર્ડ વાઇઝ નગરસેવકો પોતાના વિસ્તારની બંધ સ્ટ્રીટ લાઇટની માહિતી નગરપાલિકા લાઇટીંગ વિભાગને આપી બંધ સ્ટ્રીટ લાઇટ શરૂ કરાવવા યોગ્ય પગલા ભરે તેવી માંગ ઉભી થવા પામી છે.PGVCL દ્વારા હજુ ખેતીની લાઇટો શરૂ નથી થઇ તેમ નગરપાલિકા દ્વારા કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ શરૂ ન થવાના કારણે લોકોમાં રોષ ઉભો થવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...