તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:કુમકોતર નદીમાં ડૂબી જનારો યુવક ત્રીજા દિવસે પણ લાપતા

મહુવા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરતના પરિવારની 4 મહિલાના મૃતદેહ મળી આવ્યા હતા

મહુવાના કુમકોતર ગામે જોરાવર પીર દરગાહ પર દર્શન કરી અંબિકા નદીમાં ન્હાવા પડેલ સુરતનો મુસ્લિમ પરિવારના પાંચ સભ્યો ડૂબી ગયા હતા, જે ઘટનામા તંત્રએ ચાર મહિલાનો મૃતદેહ નદીના પાણીમાંથી બહાર કાઢ્યા હતા. પરંતુ ત્રીજા દિવસે પણ નદીમાં ડૂબનાર યુવાનની કોઈ ભાળ મળી નથી.સુરતના લીંબાયત મીઠી ખાડી ખાતે રહેતા મુસ્લિમ પરિવારના સભ્યો મંગળવારે બપોરે મહુવા તાલુકાના કુમકોતર ગામે આવેલ જોરાવર પીર બાવાના દરગાહ પર દર્શન માટે આવ્યા હતા.દર્શન કરી પરિવારના તમામ સભ્યો નજીક થી પસાર થતી અંબિકા નદીમાં ન્હાવા માટે ગયા હતા.

દરમિયાન ચાર મહિલા અને એક યુવાન નદીના ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. ઘટના બાદ તંત્ર દ્વારા સ્થાનિક તરવૈયા અને બારડોલી નગરપાલિકાના ફાયર ઓફિસરની મદદ લઈ નદીમાં ડૂબનારની શોધખોળ હાથ ધરી હતી અને સાંજ સુધી બે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ તંત્ર દ્વારા બીજા દિવસે પણ શોધખોળ ચાલુ જ રાખતા બુધવારના રોજ ડૂબનાર અન્ય બે મહિલાના મૃતદેહ પણ મળી આવ્યા હતા.

પરંતુ 20 વર્ષીય નવ પરણિત યુવાન આરીફશા ફકીરની કોઈ ભાળ મળી ન હતી. ત્યારબાદ તંત્ર દ્વારા ગુરુવારના રોજ પણ વહેલી સવારથી નદીના પાણીમાં યુવાનની શોધખોળ હાથ ધરી હતી પરંતુ ત્રીજા દિવસે પણ સાંજ સુધી કોઈ ભાળ મળી ન હતી.

અન્ય સમાચારો પણ છે...