આપઘાત:સુરતના મહુવામાં યુવકે સગીર પ્રેમિકા સાથે 60 ફૂટના પુલ પરથી ઝંપલાવ્યું, બંનેના મોત; સોશિયલ મીડિયામાં સ્યૂસાઇડનોટ અપલોડ કરી હતી

મહુવા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઘટનાની જાણ થતાં વેલણપુરના પુલ પર લોકોના ટોળેટોળા ઉમટ્યા - Divya Bhaskar
ઘટનાની જાણ થતાં વેલણપુરના પુલ પર લોકોના ટોળેટોળા ઉમટ્યા
  • સ્યુસાઇડ નોટ સોશિયલ મિડિયા પર મુકી બહેડારાયપુરાના યુવકનો આપઘાત

મહુવા તાલુકાના વેલણપુર ગામે અંબિકા નદીના પુલ પરથી બુધવારે બપોરે પ્રેમી પંખીડાએ ઝંપલાવી જીવન ટૂંકાવતા ચકચાર મચી હતી.મહુવા તાલુકાના વેલણપુર ગામે બુધવારના રોજ ડોલવણ તાલુકાના બેડા રાયપુરા ગામે રહેતો 19 વર્ષીય યુવાન તેજસ બલ્લુભાઈ પટેલ વસારી જિલ્લાની 16 વર્ષીય સગીર પ્રેમિકા સાથે એક્ટિવા મોપેડ પર આવ્યા હતા. સ્યુસાઈડ નોટ લખી બપોરે 3 વાગ્યાના અરસામાં વેલણપુર ગામની સીમમાંથી પસાર થતી અંબિકા નદીના પુલ પરથી સગીર પ્રેમિકા સાથે ઝંપલાવ્યુ હતુ.

અંદાજીત 60 ફૂટ ઊંચા પુલ પરથી નીચે પથ્થર પર પડતા બંનેનું સ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતુ.ઘટના અંગે મૃતક સગીરા અને યુવાનના પરિવારજનોને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પોતાના લાડકવાયાને મૃત હાલતમાં જોઈ પરિવારજનોના આક્રંદ થી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયુ હતુ.

આપઘાત પૂર્વે યુવકે પ્રેમિકાને સ્યુસાઇડ નોટ ટેગ કરી
પુલ પરથી ઝંપલાવી સ્યુસાઈડ કરતા પહેલા યુવાન પ્રેમીએ સ્યુસાઈડ નોટ સગીરાને ટેગ કરી સોશિયલ મિડિયા પર પણ અપલોડ કરી હતી.

તરૂણીએ સ્યુસાઇડ નોટમાં લખ્યુ મમ્મીને બહુ પ્રોબ્લમ છે
ઘટના સ્થળેથી પોલીસને સગીરાના મોબાઈલ પાછળ કવરમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું અમે અમારી મરજીથી સ્યુસાઈડ કરતા છે અને મારી મમ્મીને અમારાથી બો પ્રોબ્લેમ છે સ્પેશિયલી મારાથી ઓલરેડી એને તો મને એવુ કઈ જ દિધેલુ હતુ કે મરી જા એટલે અમે સ્યુસાઈડ કરતા છે.

અન્ય સમાચારો પણ છે...