આપઘાત:પત્ની પિયરથી પરત ન આવતા વડિયાના યુવકે ફાંસો ખાઈ લીધો

મહુવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકાના વડિયા ગામે પત્નિ પિયર જતી રેહતા પતિને મનમા ખોટુ લાગી આવતા ખેતરની પાળે લીંબડાના ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આપઘાતની આ ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના વડિયા ગામે આહિર ફળિયામા રહેતા 35 વર્ષીય નવીનભાઈ નાથુભાઈ આહિરની પત્નિ ત્રણેક માસથી પોતાના પિયરમા જતી રહી હતી અને સાસરે આવતી ન હતી જે બાબતનુ નવીનભાઈ આહિરને મનમા ખોટુ લાગી આવતા ગત તા-24 સપ્ટેમ્બરના રોજ નવીનભાઈ આહિર વડિયા ગામે આવેલ રમેશભાઈ ચૌધરીના ખેતરની પાળ પર ઉભેલ લીંબડાના ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી હતી.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...