તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:આખરે મહુવામાં ભવાની મંદિરની રક્ષિત દિવાલના કામનું મુહૂર્ત આવ્યું, હજુ પણ અનેક સમસ્યાઓનું નિરાકરણ લાવવાની જરૂર

મહુવા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્ષતિગ્રસ્ત જર્જરિત દિવાલનું મરામત કરવા અનેક વખત રજુઆત કરાયા બાદ કામ શરૂ થતા રાહત

12મી સદીની મહુવાની અતિ પ્રાચીન ઓળખ મહુવામાંથી ભુસાઇ જાય અને મહુવાનું અસ્તિત્વ અને આગવી ઓળખ ન રહે તે પહેલા મહુવાનું પ્રાચીન ભવાનીમાતાજીનું મંદિરે જવા અંજવાળા પાથરવાની જરૂર છે તેમજ રોડના નવીનીકરણ અને ભવાની મંદિરના રક્ષણ માટની દિવાલ વહેલીતકે બનાવવાની જરૂર છે તેવી દિવ્યભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારમાં વખતો વખત સમાચાર પ્રસિધ્ધ કરાયેલ જેની ફળશ્રુતિ રૂપે રક્ષિત દિવાલનું કામ શરૂ થવા પામેલ છે. આ રક્ષિત દિવાલની કુલ લંબાઇ 350 મીટર છે. તેમાં જીઓ ફેબ્રીક ફીલ્ટર તરીકે 0.15 મીટર જાડાઇનું 5 એમ.એમ. ગ્રીડની નાયલોન બેગનો ઉપયોગ થશે તેમજ આર્મર લેયર તરીકે 0.5 ટનના ટ્રેટ્રાપોડનો ઉપયોગ થશે. તદુપરાંત 600 થી 800, 100 થી 200, 30 થી 50 કી.ગ્રા. પથ્થરનો ઉપયોગ થશે.

મહુવાથી ભવાની મંદિરના રસ્તા ઉપર વહેલી સવારે અને મોડી સાંજથી અંધારૂ હોય સહેલાણીઓ અને દર્શનાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. અંધારાના કારણે તમામને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.આથી મહુવાથી ભવાની મંદિર સુધી સ્ટ્રીટ લાઇટ પાથરવાની જરૂર છે તેમજ મંદિર નજીકનો રસ્તો બાવળોથી ઘેરાયેલો રહેતો હોય સમયાંતરે આ બાવળો કાપવાની તસ્દી તંત્ર દ્વારા લેવામાં આવતી નથી તેમજ મંદિર નજીકનો પાળા ઉપરનો રસ્તો ખખડધજ હોય નવો બનાવવાની જરૂરીયાત ઉભી થવા પામેલ છે.

ઉછળેલા મોજાઓથી દિવાલને નુકશાન
ચોમાસા દરમિયાન અરબી સમુદ્રમાં આવેલા ભારે કરંટ અને ઉંચા ઉછળેલા મોજાઓએ ભવાની મંદિરના રક્ષણ માટે અને અકુંશ માટે બનાવેલ દિવાલના ઉંડા પાયાની આસપાસની માટી દરીયાના પીલરો 10 ફુટ જેટલા ખુલ્લા દેખાઈ રહ્યા છે અને આસપાસની રેતીની ભેખડ પણ દરીયામાં જતી રહી હોય ફરી સમુદ્રમાં કરંટ આવે અને મોટા મોજા ઉછળે તો મહુવાનું આ ઐતિહાસીક મંદિર દરીયામાં ગરકાવ થઇ જાય તેવી દહેશત ઉભી થઈ ત્યાં જ રક્ષિત દિવાલનું કામ શરૂ થતા દર્શનાર્થીઓ અને સહેલાણીઓમાં આનંદની લાગણી ઉભી થવા પામી છે. હવે રોડ અને લાઇટનું કામ બાકી છે. જે પણ પૂ.બાપુની આસો માસની કથા પહેલા પૂર્ણ કરવામાં આવે તેવી લાગણી ઉભી થવા પામી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો