તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુસ્સાને સલામ:વહેવલ ગામની મહિલાઓ જંગલમાંથી ખાખરાના પાન તોડી તેની બાજ બનાવી સારી એવી કમાણી કરી રહ્યા છે

મહુવા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખાખરાની બાજો બનાવી ગુજરાન કરતા વહેવલ ગામની બહેનો. - Divya Bhaskar
ખાખરાની બાજો બનાવી ગુજરાન કરતા વહેવલ ગામની બહેનો.
  • દિવ્યાંગ યુવાન ખાખરાની બાજ બનાવી પરિવારને મદદરૂપ બને છે

ખાખરાં (પલાસ) નો ઉપયોગ આદિકાળથી અનેક જગ્યા થતો આવ્યો છે.પરંતુ આ ખાખરાં નો ઉપયોગ આદિવાસી સમાજ ડગલેને પગલે કરે છે. આદિવાસી સમુદાયમાં માનવીનાં જન્મ અને મૃત્યુ સમયે ખાખરાંનો વિશેષ ઉપયોગ થાય છે.આદિવાસીઓ માટે ખાખરો કલ્પવૃક્ષ છે.મહુવા તાલુકાના વહેવલ ગામે દિવ્યાંગ યુવાન ખાખરાના પાનની બાજ બનાવી તેનું વેચાણ કરી રોજગારી મેળવે છે.

ડિજિટલ યુગમાં હજુ પણ ખાખરાનાં પાનમાંથી બાજ (પતરાળી)બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ હજુ પણ શુભ અશુભ પ્રસંગોએ જમણવારમાં થાય છે. વહેવલ, ઉમરા, વલવાડા, ભોરીયા, સાંબા, ધામખડી, માછીસાદડા, મહુવરીયા, બુટવાડા,પુના સહિતનાં મહુવાનાં ઘણા ગામડાઓમાં હજુ આજે પણ ખાખરાના પાનની બાજનો ઉપયોગ થાય છે.આ ખાખરાના પાનો મહુવા તાલુકાના વહેવલ ગામે રેહતી બહેનો હંસાબેન,સંગીતાબેન,ગીતાબેન,તનુજાબેન,કરીનાબેન,મિતલબેન,માયાબેન,જાગૃતીબેન,વૈશાલીબેન દ્વારા સવારે વહેવલનાં જંગલમાં ફરી ખાખરાનાં પાન તોડી લાવે છે અને ત્યારબાદ આ પાન માંથી બપોર થી સાંજ સુધીનાં સમયે બાજ બનાવવાનું કાર્ય કરે છે.

હાલ પિતાની છત્રછાયા ગુમાવનાર દિવ્યાંગ યુવાન દિવ્યેશભાઈ પટેલ પરિવારને બાજ બનાવવાનું કાર્ય કરીને રોજગારી પ્રાપ્ત કરે છે અને પોતાના કુટુંબને મદદરૂપ થાય છે.બિલકુલ ચલાતું નથી અને નિત્ય ક્રિયાઓ કરવા બીજા પર આધારિત દિવ્યાંગ યુવાન દિવ્યેશ પટેલ બાજ (પતરાળી) બનાવવામાં સારી એવી કુશળતા ધરાવે છે. પોતાનાં પરિવાર માટે બોજારૂપ થવાનાં બદલે મદદરૂપ થાય છે. જે આજની પેઢી માટે પ્રેરણા રૂપ છે.

અન્ય સમાચારો પણ છે...