તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:બામણિયા ગામ પાસેથી ઘઉંનો જથ્થો ભરેલી ટ્રક ગ્રામજનોએ ઝડપી પાડી , ગરીબોનું રેશનિંગનું અનાજ સગેવગે થતું હોવાની ગ્રામજનોને શંકા

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બામણિયા ગામની સીમમાંથી ગ્રામજનોએ પકડેલ ઘઉંનો જથ્થો ભરેલ ટ્રક.
  • બાદમાં તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું, અનાજ અંગે તપાસ હાથ ધરી

મહુવા તાલુકાના બામણિયા ગામની સીમમાંથી ગ્રામજનોએ ઘઉંનો જથ્થો ભરેલ ટ્રક ઝડપી ઘટના અંગે મહુવા મામલતદારને જાણ કરી હતી.મહુવા મામલતદારે ઘટના સ્થળે આવી આ ઘઉંનો જથ્થો સરકારી રેશનિંગનો છે કે નહિ તેમજ અન્ય જરૂરી તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના કરચેલીયા ગામેથી સરકારી ઘઉંનો જથ્થો ટ્રકમા ભરી મહારાષ્ટ્ર સગેવગે થનાર હોવાની બાતમી બામણિયા ગ્રામજનોને મળી હતી.

બાતમી આધારે ગ્રામજનો દ્વારા બામણિયા ગામે વોચ ગોઠવી હતી અને રવિવારે રાત્રીના 8 વાગ્યાના અરસામા એક શંકાસ્પદ મોટી ટ્રક (MH-43-E-1792) આવતા તેને અટકાવી હતી અને અંદર તલાસી લેતા ઘઉંનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો.ગ્રામજનો દ્વારા ટ્રક ચાલક પાસે આ ઘઉંના જથ્થાના બિલ માંગતા તે રજૂ કરી શકયા ન હતા જેથી ગ્રામજનોએ રેશનિંગના અનાજના ઘઉં લાવી ટ્રકમા ભરેલ ઘઉંના જથ્થા સાથે ચકાસણી કરી હતી અને બંને ઘઉં સરખા દેખાતા ત્વરિત તેમણે ઘઉં ભરેલ ટ્રક જેએસડી પેટ્રોલપંપ પાસે મુકાવી ઘટના અંગે મહુવા મામલતદારને જાણ કરી હતી જેથી મહુવા મામલતદાર રાત્રી દરમિયાન જ ઘટના સ્થળે આવી આ ઘઉંનો જથ્થો સરકારી અનાજનો છે કે નહિ ઉપરાંત સરકારી અનાજનો જથ્થો છે તો ક્યાંથી આવ્યો જેવી તપાસ શરૂ કરી હતી.

રેશનિંગનું અનાજ સગેવગે કરવાનો વેપલો પુરજોશમાં
મહુવા તાલુકામા પરવાનેદાર દ્વારા ગરીબોના હક્કનુ અનાજમા કટકી મારી સરકારી રેશનિંગનો અનાજનો જથ્થો બેગ બદલી ઊંચા ભાવે બહાર સગેવગે કરવાનો વેપલો પુર જોશમાં ધમધમે છે.આ અનાજનો જથ્થો ગ્રામજનો તેમજ જવાબદાર તંત્રના અધિકારીઓ પકડે એટલે ત્વરિત જ વેપારી દ્વારા તંત્રને અનાજના જથ્થાનુ બિલ રજૂ કરી દેવામાં આવે છે જેને લઈ તંત્ર પણ ગરીબોનુ અનાજ સગેવગે કરનાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી હાથ ધરી શકતુ નથી.

ટ્રકચાલક પાસે બિલ નહોતું
અમોએ બાતમી આધારે ગામની સીમમાંથી ઘઉંનો જથ્થો ભરેલ ટ્રક ઝડપી ચાલક પાસે બિલ માંગતા તેઓ બિલ રજૂ કરી શક્યા ન હતા અને કરચેલીયાથી આ અનાજનો જથ્થો ભર્યો હોવાનું જણાવતા અમોએ કરચેલીયા ના વેપારીને બિલ લઈ ઘટના સ્થળે બોલાવ્યો હતો પરંતુ બે કલાકથી વધુ સમય થવા છતા પણ વેપારી ઘટના સ્થળે આવ્યો નથી. આ અંગે મહુવા પોલીસ અને મામલતદારનુ ધ્યાન દોરતા તેઓ ઘટના સ્થળે આવી કાર્યવાહી હાથ ધરી હતી. > મુકેશ મહેતા, બામણિયા

ઘટનાની નિષ્પક્ષ તપાસ જરૂરી
સરકારી અનાજ સગેવગે કરનાર વેપારીઓ આ અનાજનો જથ્થો પકડાય એટલે બિલ રજૂ કરી ટેમ્પો છોડાવી લે છે અને તંત્ર પણ કોઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકતુ નથી જેથી તંત્ર દ્વારા અમોએ પકડેલ આ ઘઉંના અનાજના જથ્થાનુ લેબ ટેસ્ટિંગ કરવામાં આવે એવી અમારી માંગ છે.અમને ખાતરી છે કે આ ઘઉંનો જથ્થો ગરીબોના હક્કનું સરકારી રેશનિંગના અનાજનો જ જથ્થો છે.જેથી આ ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય એવી અમારી ઉગ્ર માંગ છે. > કેયુર મહેતા, વાંસકુઈ

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો