તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૈભવ:ઉમરા ગામે ગાયકવાડી સમયનો મધર ઈન્ડિયા ડેમ સિઝનમાં પહેલી વાર છલકાયો

મહુવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંથકના 22થી વધુ ગામોની જીવાદોરી સમાન ઉમરા ગામે ગાયકવાડી સમયમાં 1939-40 મા ડેમ બનાવવામાં આવ્યો હતો.આ ડેમ બન્યાને વર્ષો બાદ અહીં મધર ઈન્ડિયા ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યુ હતુ જેથી આ ડેમનું નામ મધર ઈન્ડિયા ડેમ પાડવામા આવ્યું હતું.

મધર ઈન્ડિયા ડેમ સીઝનમા પ્રથમ વાર ગુરુવારે રાત્રે છલકાઈ ઉઠ્યો
ગુરુવાર રાત્રી દરમ્યાન ઉપરવાસમા અને મહુવા તાલુકામા વર્ષેલ વરસાદના પરિણામે ઉપરવાસમાંથી નીકળતી સૂકી ભઠ્ઠ અંબિકા નદિ બે કાંઠે છલકાઈ ઉઠી હતી જેના પરિણામે મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલ મધર ઈન્ડિયા ડેમ સીઝનમા પ્રથમ વાર ગુરુવારે રાત્રે છલકાઈ ઉઠ્યો હતો.જે અંગે શુક્રવારના રોજ સ્થાનિકોને જાણ થતા સીઝનમાં પ્રથમવાર છલકાયેલ મધર ઈન્ડિયા ડેમનો અદ્દભુત નજારો જોવા અંબિકા નદીના તટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

22: ગામને પાણી 1940: ની સાલમાં ડેમનું નિર્માણ થયું હતું 15: કરોડનો ખર્ચ

અન્ય સમાચારો પણ છે...