કામગીરી:વાવાઝોડા સાથેના વરસાદમાં ધરાશાયી થયેલા વડનું સફળ પ્રત્યારોપણ કરાયું

મહુવા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુવા પંથકમાં 2જી સપ્ટેમ્બરે સાંજના સમયે આવેલ વાવાઝોડાં સાથે ના વરસાદ માં મિયાપુર ચોકડી પાસે આવેલ શ્રી બાપા સીતારામ મઢુલી પાસે નું વડનું તોતીંગ ઝાડ ધરાશાયી થઈ ગયેલ હતું.ઘટના ની જાણ ટ્રસ્ટી મંડળ ને થતાં સ્થળ પર પહોંચી જ‌ઈ વડ ને ફરીથી પ્રત્યારોપણ કરવા નો વિચાર કર્યો હતો. જેમાં ભારે જહેમત બાદ સફળતા પણ મળી હતી.આમ એક વૃ‌‌ક્ષ ને ફરી થી નવજીવન મળ્યું છે.ઉપરોક્ત કામગીરી માં સામેલ ઘનશ્યામભાઈ, મનીષભાઈ, સુરેશભાઈ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ ની પ્રજાપતિ સમાજ ના આગેવાનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી‌.

અન્ય સમાચારો પણ છે...