સ્ટાફની ઘટ:રાજ્ય સરકારે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનની જાહેરાત કરી પરંતુ અમલીકરણનું સૂરસુરીયું

મહુવા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કતપર આસપાસ મરીન પોલીસ સ્ટેશનની આવશ્યકતા અતિશય જરૂરી
  • 71 વર્ષમાં વસ્તી, વિસ્તાર વધ્યા, પો.સ્ટેશન અપગ્રેડ થયું પણ સ્ટાફની ઘટ

રાજ્ય સરકારે 11 જીલ્લામાં 16 નવા પોલીસ સ્ટેશન અને 7 નવી પોલીસ ચોકી શરૂ કરવનો આવકાર દાયક નિર્ણય સાથે 10 પોલીસ સ્ટેશનને પી.આઇ. કક્ષામાં અપગ્રેડ કરવાની જાહેરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરેલ જેમાં મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો ઉલ્લેખ થવા પામતા મહુવા શહેર અને તાલુકામાં આનંદની લાગણી ઉભી થઇ હતી. પરંતું આ જાહેરાતને મહિનાઓ પસાર થયા બાદ આજ સુધી સ્થાનિક કક્ષાએ રૂરલ પોલીસ સ્ટેશનનુ સ્થળ કે અધિકારી અને કર્મચારીઓની ફાળવણી ન થતા લોકોમાં શંકા ઉભી થઇ છે કે સિવિલ હોસ્પિટલ જેવુ તો નહી થાય ને?  મહુવા પોલીસ સ્ટેશનનું પોલીસ મહેકમ 1947 મુજબનું ચાલ્યુ આવે છે. ઇ.સ.1947 થી 2019 સુધીના 71 વર્ષ દરમીયાન મહુવાની વસ્તી 1 લાખ ઉરાંતની અને વિસ્તાર 6 ચો.કી.મીમાંથી 10 ચો.કી.મી. ઉપરાંતનો થયો છે.મહુવા પોલીસ સ્ટેશન અપગ્રેડ થયું. પીઆઇ મળ્યા પરંતુ પીઆઇ. પાસે પુરતું માનવ બળ ન હોય સેના વગરના સેનાપતી રહ્યાં આથી મહુવા શહેર-તાલુકાની સ્થિતી કાબુમાં રાખવા પુરતું પોલીસ બળ હોવું જરૂરી છે. 

મહુવાના કંઠાળ વિસ્તારના ગામોના સમાવેશ સાથે મહુવા સીટી રૂરલ પોલીસ સ્ટેશનના વિભાજન સાથે કતપર આસપાસ મરીન પોલીસ સ્ટેશન ઉભુ કરવાની અત્યંત આવશ્યકતા છે. તેવી દિવ્ય ભાસ્કર ગૃપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા વખતો વખત થયેલી રજુઆતના કારણે સરકાર દ્વારા મહુવા પોલીસનું સીટી-રૂરલમાં વિભાજન કરવાનો નીતી વિષયક નિર્ણય લઇ જાહેર કરેલ. જે મહિનાઓ બાદ પણ કાગળ ઉપર જ છે. સ્થાનિક કક્ષાએ વિભાજન માટે કોઇ કાર્યવાહી હજી સુધી જોવા મળતી નથી. 14/09/12થી જાહેર કરેલ સીવીલ હોસ્પટલ હજુ મળી નથી. જે જાહેરાત તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરી હતી. 

અગાઉનો હુકમ ફરી અમલમાં મુકાય તે જરૂરી
મહુવા તાલુકા સેવા સદન વડલી પાસે મહુવાનું રૂરલ પોલીસ સ્ટેશન, સબ જેલ, ડી.વાય.એસ.પી. કચેરી અને પોલીસ ક્વાર્ટર બનાવવા જીલ્લા કલેક્ટર દ્વારા વિશાળ જગ્યા ફાળવવામાં આવેલ હતી. હુકમો પણ થયા હતા પરંતુ એકાએક આ હુકમો સ્થગિત કરવામાં આવેલા આ હુકમો ફરી કરવામાં આવે અને મહુવાના રૂરલ પોલીસ સ્ટેશન માટે રેવન્યુ વિભાગ દ્વારા જગ્યા ફાળવવામાં આવે તે જરૂરી છે. અન્યથા જગ્યાના અભાવે રૂરલ પોલીસ સ્ટેશનની જાહેરાત કાગળ ઉપરજ રહેશે.

અન્ય સમાચારો પણ છે...