ખેડૂતો ચિંતામાં:અનાવલમાં શેરડીની રોપણી ટાણે જ નહેરનું રોટેશન બંધ

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાકને નુકસાનની બીકે ખેડૂતો ચિંતામાં

મહુવા તાલુકામાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા કેનાલમાં પાણીનો પ્રવાહ હાલ બંધ હોય ત્યારે શેરડી પકવતા ખેડૂતો માટે મોટું સંકટ ઉભું થયું હોવાની પ્રતિતિ થઈ રહી છે. મહુવા તાલુકામાં મોટેભાગે લોકો ખેતી સાથે સંકળાયેલ છે ત્યારે અનાવલ પંથક સહિતના ગામો માટે ઉકાઈ ડાબા કાંઠા કેનાલ પર મોટેભાગના ખેડૂતો માટે સિંચાઈની સુવિધા માટે આધાર રાખતા હોય છે. ત્યારે હાલ આ વિસ્તારના ખેડૂતો માટે શેરડીના રોપાણ કરવાનો સમય છે ત્યારે જ ખેડૂતો માટે મોટી આફત સર્જાઈ છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઉકાઈ ડાબા કાંઠા કેનાલમાં 26 ડિસેમ્બરના રોજ પાણી બંધ કરવામાં આવ્યું હતું અને હાલ સમારકામની કામગીરીના પગલે ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં ચાલુ કરવાનું આયોજન છે. ત્યારે શેરડીની રોપણી કરતા ખેડૂતો માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે.

જો સમયસર શેરડીની રોપણી નહિ થાય તો આર્થિક ફટકો સહન કરવાનો વારો ખેડૂતોને થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે હાલ તો સિંચાઈ વિભાગ દ્વારા ઉકાઈ ડાબા કાંઠામાં શેરડી પકવતા ખેડૂતોને હાલ પાણી મળી રહે એ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવે એવી ખેડૂતોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...