તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:વાંસકુઈથી મુડતને જોડતો માર્ગ બિસ્માર, વાહનચાલકો પરેશાન

મહુવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અણીદાર પથ્થરોથી વાહનોને નુકસાન, અકસ્માતના પણ બનાવો

વાંસકુઈથી મુડત ગામને જોડતો નહેર પરનો અતિ ઉપયોગી બિસ્માર માર્ગને લઈ વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે. બિસ્માર માર્ગને લઈ અવારનવાર સર્જાતા અકસ્માતોથી ગ્રામજનો અને વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. ત્યારે આ બિસ્માર માર્ગના નવીનીકરણમા તંત્ર કયા મુહૂર્તની રાહ જોઈ બેઠું છે એ ગ્રામજનોને આજદિન સુધી સમજાયુ નથી.

વાંસકુઈથી મુડત ગામને જોડતો નહેર પરનો માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે.માર્ગ પર નીકળી આવેલ અણીદાર પથ્થરોને પરિણામે અકસ્માતો, વાહનોમાં પંકચર પડવાના અને વાહનોમાં નુકસાનીના બનાવો વધી ગયા છે, જેને લઈ વાહનચાલકો અને ગ્રામજનો તોબા પોકારી ઉઠ્યા છે. અત્યંત બિસ્માર બનેલ આમાર્ગ હાલ કમ્મરતોડ સાબિત થઈ રહ્યો છે. ફોર વ્હીલ ચાલકોએ તો આ માર્ગ પરથી પસાર થવુ અત્યંત મુશ્કેલ બની ગયુ છે, જેના પરિણામે ઘણા કારચાલકો લાંબો ફેરાવો લઈ જાય છે.

દૂધ ભરવા ડેરીમાં જતા પશુપાલકો સૌથી વધુ આ માર્ગનો સવાર સાંજ ઉપયોગ કરે છે, જેને લઈ આ માર્ગ ગ્રામજનો તેમજ પશુપાલકો માટે સિરદર્દ સમાન સાબિત થઈ રહ્યો છે. ત્યારે જવાબદાર તંત્ર આ માર્ગના નવીનીકરણમાં કયા મુહૂર્તની રાહ જોઈ બેઠુ છે એ ગ્રામજનોને આજદિન સુધી સમજાયુ નથી. અન્ય નહેરો પર પાકો રસ્તો બની ગયો છે તો આ નહેર પર પાકો રસ્તો કેમ નથી બનતો એ વિચારી હાલ તંત્ર વિરુદ્ધ ગ્રામજનોમા ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે તંત્ર ગંભીરતા દાખવી આ માર્ગની સત્વરે નવીનીકરણની કામગીરી હાથ ધરે એ જરૂરી છે.

માર્ગ પરથી પસાર થવુ એટલે લોઢાના ચણા ચાવવા જેવુ
વાંસકુઈથી મુડત ગામને જોડતો નહેર જતો માર્ગ હાલ અત્યંત બિસ્માર અને જોખમી છે. કાર ચાલકોએ તો આ માર્ગ પરથી પસાર થવુ એટલે લોઢાના ચણા ચાવવા જેવુ છે. આ માર્ગ નજીક પડતો હોવાથી વાહનચાલકો હમેશા આ માર્ગનો જ ઉપયોગ કરે છે. અન્ય જગ્યાએ નહેર પર પાકો માર્ગ બની ગયો છે તો આ માર્ગ કેમ બનતો નથી તે અમોને સમજાતુ નથી. > રાકેશ પટેલ, વાહન ચાલક, નળધરા

અન્ય સમાચારો પણ છે...