વિવાદ:ગૌચરની જમીનમાં વૃક્ષો કપાયાની પંચાયતના સત્તાધીશોને છાપામાં આવ્યા બાદ જાણ થઈ!

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુવા તાલુકાના બામણિયા ગામની ગૌચરમાંથી ઝાડ કાપવાનો વિવાદ

મહુવા તાલુકાના બામણિયા ગ્રામ પંચાયતની હદમાંથી ગૌચરની જમીનમાંથી ગેરકાયદેે ગ્રામજનોની લાગણી સાથે જોડાયેલ અને મહા મેહનતે પથ્થર વાળી જમીનમાં ઉછરેલા ઝાડો કાપવા બાબતે જાગૃત ગ્રામજનોની લેખિત ફરિયાદ બાદ ગ્રા.પ. દ્વારા આ ઝાડો સ્મશાનભૂમિ ટ્રસ્ટ દ્વારા કાપવામાં આવ્યા હોવાનો જવાબ કરી ટ્રસ્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવા સલગ્ન લેખિત રજૂઆત કરાતા વિવાદ વધુ વકર્યો છે.

બામણિયાના જાગૃત નાગરિકો દ્વારા ગૌચરની જમીનમાંથી પરવાનગી વિના ઝાડો કાપવા બાબતે તંત્રને લેખિત રજૂઆત થઇ હતી. ઘટના બાદ રેલો આવતા જ તલાટી અને સરપંચ દ્વારા મામલતદાર અને ટીડીઓને લેખિત રજૂઆત કરી જણાવ્યું કે ગૌચરમાં આડજાતના ઝાડો ગામના સ્મશાનભૂમિના ટ્રસ્ટ ચલાવતા વ્યક્તિઓ દ્વારા કાપેલ છે.જે બાબતે ગ્રામ પંચાયતને કોઈ જાણકારી નથી.જેથી ટ્રસ્ટે કાપેલ ઝાડો અંગે કાર્યવાહી કરવા અરજ કરવામાં આવી છે.સ્મશાનભૂમિના નામે ટ્રસ્ટ જ રજિસ્ટ્રેશન થયું નથી ત્યારે હાલ જમીન ગૌચરના નામે હોય ત્યારે જવાબદાર કોણ ? સ્મશાનભૂમિ ટ્રસ્ટ દ્વારા પરવાનગી વિના એ ઝાડો કાપી નાખ્યા ત્યારે જવાબદાર ગ્રામ પંચાયતના સત્તાધીશો ફોજદારી કરવાને બદલે મૂકપ્રેક્ષક બની કેમ તમાશો જોતી રહી ?

આ તે ગ્રામ પંચાયતની કેવી રખેવાળી ?
ગૌચરની જમીનમાંથી ઝાડો કાપેલ છે જે બાબતે ગ્રામ પંચાયતને કોઈ જાણકારી નથી.તેઓને 31 ઓગસ્ટના રોજ પેપર પપ્રસિદ્ધ થયેલ અહેવાલમાંથી જાણકારી મળેલ હોવાનું ગ્રામ પંચાયત દ્વારા સલગ્ન તંત્રને લેખિતમાં જણાવ્યું છે ત્યારે સવાલ એ ઉદ્દભવ્યો છે કે ગ્રામ પંચાયતથી માંડ અંદાજીત 500 મીટરના અંતરે સ્મશાન ભૂમિમાંથી મોટી સંખ્યામાં ઝાડો કપાયા ને કેટલાય દિવસો બાદ પેપરમાં આવતા ખબર પડી તો શુ પંચાયતના સત્તાધીશોની આવી ગામની રખેવાળી ?

ટ્રસ્ટ દ્વારા સ્મશાનભૂમિ સુધારણા માટે જ આ ગૌચરના ઝાડો કાપવામાં આવ્યા છે
આ અંગે સ્મશાનભૂમિ સમિતિ, બામણિયાના પ્રમુખ સરદારભાઈને પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે સ્મશાનભૂમિ ટ્રસ્ટ દ્વારા સ્મશાનભૂમિ સુધારણા માટે જ ઝાડો કાપવામાં આવ્યા છે અને આ ઝાડો સ્મશાનભૂમિના કામ માટે જ હોય જેથી કોઈ પરવાનગી લેવામા આવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...