ક્રાઈમ:કુમકોતરમાં પરિવાર નમાજ પઢવા ગયો અને તસ્કરો લાખોની મત્તા લઈ ફરાર

મહુવા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવા પીએસઆઈના આવતા જ તસ્કરોએ લાખોની ચોરી કરી સ્વાગત કર્યુ

તાલુકાના કુમકોતર ગામે પરિવાર ઘર બંધ કરી નમાઝ પઢવા ગયાને તસ્કરો ઘરમાં ખાતર પાડી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના મળી લાખોની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.મહુવા પોલીસ સ્ટેશનના નવા પીએસઆઈના આવતા જ તસ્કરોએ લાખોની મત્તાની ચોરી કરી તેમનુ સ્વાગત કર્યુ હોય તેમ ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે. 

તપાસ હાથ ધરી તસ્કરો સુધી પહોંચવાની કવાયત આદરી
કુમકોતર ગામે રહેતા સલીમભાઈ મુસાભાઈ સલ્લુ પરિવાર સાથે શુક્રવારે રાત્રિના 8 વાગ્યાના અરસામા ઘર બંધ કરી મસ્જિદમાં નમાજ પઢવા ગયા હતા. દરમિયાન બંધ ઘરનો લાભ લઈ તસ્કરોએ ઘરમાં પ્રવેશી પેચિ્યું જેવા સાધન વડે કબાટ તોડી સામાન વેર વિખેર કરી રોકડા 80 થી 90 હજાર અને અઢી તોલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થયા હતા. પરિવારજનો નમાજ પઢી ઘરે આવતા ઘરનુ તાળુ અને કબાટનુ તૂટેલ જોઈ સામાન વેરવિખેર જોતા પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળે આવી જરૂરી તપાસ હાથ ધરી તસ્કરો સુધી પહોંચવાની કવાયત આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...